ચેન્નાઈઃ વધુ એક દક્ષિણ ભારતીય અભિનેતા રાજકારણમાં પ્રવેશ્યા છે. અભિનેતા થલપતિ વિજયે રાજકીય પક્ષ 'તમિલગા વેત્રી કઝગમ'(TVK) બનાવીને રાજકારણમાં ઝંપલાવ્યું છે. વિજયે જણાવ્યું કે, 'તમિલગા વેત્રી કઝગમ'નો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના તમામ નાગરિકોમાં સમાનતા લાવવા માટે પ્રયત્નો કરશે. વિજય થલપતિની 'તમિલગા વેત્રી કઝગમ' વર્ષ 2026માં થનાર વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઊભા કરશે.
વિજય થલપતિએ આ પાર્ટીને તમિલનાડુની જનતા પ્રત્યેની મારી કૃતજ્ઞતા ગણી છે. તેમણે રાજકારણને વ્યવસાય નહિ પરંતુ પવિત્ર જાહેર સેવા ગણી છે. તેમના આ નિવેદનો રાજકારણમાં તેમની પ્રતિબદ્ધતા રજૂ કરે છે. જો કે તેમણે સાઈન કરેલ ફિલ્મો પ્રત્યે તેઓ દુર્લક્ષ્ય સેવશે નહીં. તેઓ ફિલ્મો પૂર્ણ કરીને રાજકારણમાં લોકસેવાના કાર્યો કરશે. તેમની પાર્ટી સામે આવી રહેલ લોકસભા ચૂંટણી લડવાના નથી. તેમની પાર્ટીનું લક્ષ્ય વર્ષ 2026ની તમિલનાડુની વિધાનસભા ચૂંટણી છે.
વિજય થલપતિની 'તમિલગા વેત્રી કઝગમ' પાર્ટીની જાહેરાત બાદ ફેન્સે ઉજવણી કરી હતી. વિજયનો ફેનબેસ બહુ લાર્જ છે. વિજ્ય પણ દક્ષિણ ભારતના એ અભિનેતા અને અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયા છે. જેમાં એમ. કરુણાનિધિ, એમજી રામચંદ્રન, ચીરંજીવી, જયલલિતા, વિજયકાંત વગેરેનો સમાવેશ થાય છે.
વિજયે સ્પષ્ટતા કરી કે, તેમની પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીમાં ભાગ લેશે નહીં. તાજેતરમાં યોજાયેલી પાર્ટીની જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યૂટિવ કાઉન્સિલની બેઠકોમાં આ બાબતે નિર્ણય લેવાયો છે. વિજયની ફિલ્મ લીયોને ફેન્સે જબરદસ્ત પ્રતિભાવ આપ્યો હતો. વિજયના રાજકારણમાં આવવાથી ફેન્સનો ઉત્સાહ બેવડાયો છે. વિજયને સોશિયલ મીડિયામાં ખૂબ જ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
જન્મદિવસઃ થલપતિ વિજયને પહેલી ફિલ્મ માટે 500 રૂપિયા મળ્યા, આજની ફી જાણીને તમે ચોંકી જશો