નવી દિલ્હીઃ ઈનકમટેક્સ વિભાગ કરદાતા પર સતત નજર રાખે છે. કોઈપણ વ્યક્તિ જે ટેક્સ ચોરી કરે છે અથવા આવક પ્રમાણે યોગ્ય રીતે ટેક્સ ચૂકવતો નથી તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ બેંક ખાતાઓ પણ તપાસે છે. મુખ્યત્વે રોકડ થાપણો અને ઉપાડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આવા પગલાંનો હેતુ મની લોન્ડરિંગ, કરચોરી અને અન્ય ગેરકાયદે નાણાકીય પ્રવૃત્તિઓને રોકવાનો છે. ઈનકમટેક્સ વિભાગે બેંક ખાતા, રોકડ ઉપાડ અને જમા કરાવવા પર અમુક નિયમો લાદ્યા છે. તે શું છે?
ટેક્સ 60 ટકા સુધી હોઈ શકે છે: ઈનકમટેક્સ કાયદાની કલમ 68 મુજબ, બેંક ખાતામાં રોકડ જમા કરાવતી વ્યક્તિઓએ તેમની આવકનો સ્ત્રોત જાહેર કરવા માટે તૈયાર રહેવું જોઈએ. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો 25 ટકા સરચાર્જ અને 4 ટકા સેસ સહિત 60 ટકા ટેક્સ વસૂલવામાં આવશે. જો આવકનો સાચો સ્ત્રોત હજુ પણ ઈનકમટેક્સ વિભાગને જાહેર કરવામાં નહીં આવે, તો તે નોટિસ જારી કરશે અને નાણાં વસૂલ કરશે.
બેંક બચત ખાતાની થાપણ: નાણાંકીય વર્ષમાં બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં રૂ. 10 લાખથી વધુની રોકડ જમા કરાવવાની જાણ ઈનકમટેક્સ અધિકારીઓને કરવાની રહેશે. ચાલુ ખાતામાં જમા કરવાની મર્યાદા 50 લાખ રૂપિયા છે. જો આ મર્યાદા ઓળંગાઈ જાય તો ઈનકમટેક્સ વિભાગે નાણાંના સ્ત્રોત વિશે સચોટ માહિતી આપવી જોઈએ. અન્યથા તમારે ગંભીર નાણાકીય પરિણામોનો સામનો કરવો પડશે.
ઉપાડ પર TDS અને TCS: ઈનકમટેક્સ કાયદાની કલમ 194N મુજબ મોટી રકમની રોકડ ઉપાડ કરપાત્ર છે. કોઈપણ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં તેના બેંક ખાતામાંથી 50 લાખ રૂપિયા ઉપાડી શકે છે. જો ઉપાડ રૂ. 50 લાખથી વધુ હોય, તો 2 ટકા ટેક્સ સોર્સ્ડ (TDS) વસૂલવામાં આવશે. જો કે, જેમણે છેલ્લા ત્રણ વર્ષથી ITR ફાઈલ કર્યું નથી, તેમના માટે 20 લાખ રૂપિયાથી વધુ ઉપાડ પર TDS લાગુ થાય છે. 50 લાખથી વધુ રકમ ઉપાડવા પર 5 ટકા ટેક્સ એટ સોર્સ (TCS) લાગુ પડે છે.
આ પણ સરકારનો ઉદ્દેશ્ય છે!: સરકાર રોકડનું ચલણ ઘટાડવા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આવા નિયમો લાવી છે. સરકાર રોકડ જમા અને ઉપાડ પર કડક નિયમો લાદીને નાણાકીય પારદર્શિતા અને જવાબદારી વધારવાનો હેતુ ધરાવે છે.
આ પણ વાંચો