ETV Bharat / business

Stock market Update : ઘટાડા સાથે ખુલ્યું ભારતીય શેરબજાર, BSE Sensex 600 પોઈન્ટ તૂટ્યો - NSE Nifty

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની લાલ રંગમાં શરૂઆત થઈ છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 520 અને 165 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યા છે. શરુઆતી કારોબારમાં જ જોરદાર એક્શન જોવા મળી રહ્યું છે. ભારતીય રૂપિયો ગત 83.01 ની સરખામણીમાં ઘટાડા સાથે આજે બુધવારના રોજ 83.11 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો.

ઘટાડા સાથે ખુલ્યું ભારતીય શેરબજાર
ઘટાડા સાથે ખુલ્યું ભારતીય શેરબજાર
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 14, 2024, 9:52 AM IST

મુંબઈ : 14 ફેબ્રુઆરી, બુધવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 520 પોઈન્ટ ઘટીને 71,035 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 165 પોઈન્ટના ઘટાડા સાથે 21,578 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ ગગડતા રહીને હાલ નીચા મથાળે રેડ ઝોનમાં ટ્રે઼ડ થઈ રહ્યા છે.

ભારતીય શેરબજાર : 14 ફેબ્રુઆરી, બુધવારના રોજ BSE Sensex ગત 71,555 ના બંધ સામે 520 પોઈન્ટના ઘટાડા સાથે 71,035 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 21,743 ના બંધની સામે 165 પોઇન્ટ તૂટીને 21,578 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, નીચા મથાળે બાદ BSE Sensex અને NSE Nifty સતત ગગડીને લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.

ટોપ ગેઈનર-લુઝર સ્ટોક : NSE Nifty પર BPCL, અદાણી એન્ટરપ્રાઇઝ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, અપોલો હોસ્પિટલ્સ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ મજબૂત ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે ઇન્ફોસિસ, વિપ્રો, આઈશર મોટર્સ, LTI માઇન્ડટ્રી અને ઇન્ડસઇન્ડ બેન્ક રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યાં છે. પેટીએમનો સ્ટોક (Paytm) 9 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

વૈશ્વિક બજાર : અમેરિકામાં મોંઘવારી આંકડાને કારણે વિશ્વ બજારોનો મૂડ બગડ્યો છે. Dow 525 પોઈન્ટ અને નાસ્ડેક 1.8% તૂટ્યો છે. જ્યારે સ્મોલકેપ્સમાં વેચવાલીથી રસેલ 2000 4% ઘટ્યો છે. ઉપરાંત યુરોપના બજારમાં 1% સુધીનો ઘટાડો નોંધાયો છે. અગાઉ મંગળવારના રોજ સ્થાનિક બજારમાં તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 483 પોઈન્ટ ઉછળીને 71,555 પર બંધ રહ્યો હતો.

  1. RBI MPC Meet 2024 : એમપીસીએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો
  2. Stock Market Update : શેરબજારની મજબૂત શરૂઆત, BSE Sensex 220 પોઈન્ટ ઉંચકાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.