મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યું છે. BSE પર સેન્સેક્સ 202 પોઈન્ટના ઉછાળા સાથે 76,594.96ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે, NSE પર નિફ્ટી 0.21 ટકાના વધારા સાથે 23,349.30ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
શેરબજાર ખુલ્યું
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 196 પોઈન્ટના ઉછાળા સાથે 76,860.26ની સાપટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.08 ટકાના વધારા સાથે 23,418.75ની સપાટી પર ખુલ્યો હતો.
બજાર ખૂલતાંની સાથે હિન્દાલ્કો, પાવર ગ્રીડ કોર્પ, બ્રિટાનિયા, શ્રીરામ ફાઇનાન્સ અને ભારતી એરટેલ નિફ્ટી પર ફાયદા સાથે કારોબાર કરી રહ્યાં છે, જ્યારે બજાજ ઑટો, HUL, NTPC, JSW સ્ટીલ અને બજાજ ફિનસર્વ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આજના ટ્રેડિંગ દરમિયાન વિપ્રો, અંબુજા સિમેન્ટ્સ, RITES ફોકસમાં રહેશે.
બજારમાં આગામી મોટો ફેરફાર જુલાઈના ત્રીજા સપ્તાહમાં રજૂ થનાર કેન્દ્રીય બજેટ હશે.
ભારત અને યુએસ બંનેમાં નીચા ફુગાવાના આંકડા ગુરુવારે બજારોને નવી ઊંચાઈએ લઈ ગયા. વધુમાં, ભારત VIX છ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું છે, જે 14ના સ્તરથી નીચે આવી ગયું છે, જે એનડીએ ગઠબંધનમાં સ્થિર રાજકીય પરિદ્રશ્ય સૂચવે છે, એમ વિશ્લેષકોના મતે.
ગુરુવારનું બજાર
કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 227 પોઈન્ટના ઉછાળા સાથે 76,833.80ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.33 ટકાના વધારા સાથે 23,398.90ની સપાટી પર બંધ થયો. બિઝનેસ દરમિયાન, શ્રીરામ ફાઇનાન્સ, HDFC લાઇફ, ડિવિસ લેબ્સ, M&M ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે HUL, એક્સિસ બેંક, આઇશર મોટર્સ, બ્રિટાનિયા ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.