ETV Bharat / business

ભારતીય શેરબજારમાં રોનક : Sensex 407 પોઈન્ટ અપ ખુલ્યો અને Nifty 25,050 પાર - Stock market update - STOCK MARKET UPDATE

પાછલા કેટલાક દિવસોથી ચાલતા નબળા વલણને બ્રેક લાગી છે. ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં ખુલતાની સાથે રોનક પાછી ફરી છે. BSE Sensex 407 પોઈન્ટના ઉછાળા સાથે 81,930 મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty પણ 141 પોઈન્ટના વધારા સાથે 25,059 પર ખુલ્યો છે.

ભારતીય શેરબજારમાં રોનક
ભારતીય શેરબજારમાં રોનક (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2024, 10:21 AM IST

મુંબઈ : આજે 12 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. બજાર ગ્રીન ઝોનમાં ખુલતાની સાથે જ રોનક પાછી ફરી છે. BSE Sensex 407 પોઈન્ટના ઉછાળા સાથે 81,930 મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty પણ 141 પોઈન્ટના વધારા સાથે 25,059 પર ખુલ્યો છે.

ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહનો ચોથો દિવસ 12 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ ભારતીય શેરબજારમાં તેજી નોંધાઈ છે. બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત વલણ સાથે ખુલ્યા છે. BSE Sensex ગત 81,523 બંધ સામે 407 પોઈન્ટના ઉછાળા સાથે 81,930 મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 24,918 બંધ સામે 141 પોઈન્ટના વધારા સાથે 25,059 પર ખુલ્યો છે.

સ્ટોકની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીઓમાં ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા અને JSW સ્ટીલના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, M&M, બજાજ ફિનસર્વ અને ICICI બેંકના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.

Nifty Midcap ઓલ ટાઈમ હાઈ : Bank Nifty માં 150 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો હતો. મિડકેપ ઈન્ડેક્સ 600 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. જ્યારે સ્મોલકેપ પણ 125 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. મેટલ્સ અને NBFC શેરો ટોપ ગેનર રહ્યા છે. નિફ્ટી મિડકેપમાં રેકોર્ડ બન્યો છે, Nifty Midcap ઇન્ટ્રાડેમાં પ્રથમ વખત 59,603 પાર ગયો છે.

  1. હિંડનબર્ગે SEBI ના ચેરપર્સન પર ફરી એક વખત ગંભીર આરોપ લગાવ્યા
  2. રોકાણકારોને નુકસાન: Sensex 398 પોઈન્ટ ઘટ્યો, Nifty 24,920 પર બંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.