મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજારે ઈતિહાસ રચ્યો છે. Sensex પહેલીવાર 85,000ને પાર થયો જ્યારે નિફ્ટીએ 26,000નો આકડો પાર કર્યો હતો. BSE પર સેન્સેક્સ 14 પોઈન્ટના ઘટાડા સાથે 84,914.04 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.05 ટકાના વધારા સાથે 25,950.85 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, JSW સ્ટીલ, M&M, ટાટા મોટર્સ સેન્સેક્સ પર ટોચના ગેનર્સમાં સામેલ હતા. જ્યારે HUL, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેંક, નેસ્લે ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ છે.
- સેક્ટરોમાં મેટલ ઇન્ડેક્સ લગભગ 3 ટકા વધ્યો હતો, તેલ અને ગેસ અને વીજળી સૂચકાંકો પ્રત્યેક 1 ટકા વધ્યા હતા, જ્યારે FMCG ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
- માત્ર 38 સેશનમાં નિફ્ટી 50 25,000 થી વધીને 26,000 સુધી પહોંચી ગયો હતો. આજના સત્ર દરમિયાન, નિફ્ટી 50 એ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.84 લાખ કરોડ ઉમેર્યા હતા, જે ભારતીય બજારોમાં પ્રવર્તતા તેજીના સેન્ટિમેન્ટને દર્શાવે છે.
- યુએસ ફેડ દ્વારા 18 સપ્ટેમ્બરે વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો ત્યારથી ભારતીય બેન્ચમાર્ક દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે.
- મંગળવારે ભારતીય રૂપિયો પ્રતિ ડૉલર 83.67 પર બંધ થયો હતો, જે સોમવારના 83.55ની સરખામણીમાં 12 પૈસા નબળો હતો.
ઓપનિંગ માર્કેટ: ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 67 પોઈન્ટના ઘટાડા સાથે 84,860.73 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.07 ટકાના ઘટાડા સાથે 25,921.45 પર ખુલ્યો.
આ પણ વાંચો: