મુંબઈ: કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોન પર ખુલ્યું હતું. રેકોર્ડબ્રેકીંગ શરૂઆત બાદ ભારતીય શેરબજારમાં ફરી નવો ઈતિહાસ રચાયો છે. આજે સોમવારે નિફ્ટી પ્રથમ વખત 25,900 પાર ગયો છે. બીજી તરફ સેન્સેક્સ પણ પ્રથમ વખત 84,800ને પાર કરી ગયો છે. સેન્સેક્સ 84843.72 નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો અને નિફ્ટી પણ 25,903 ના મથાળે પહોંચી રેકોર્ડ નોંધાવ્યો છે.
- સોમવારે ભારતીય રૂપિયો 9 પૈસા વધીને 83.48 પ્રતિ ડૉલર પર ખૂલ્યો હતો અને શુક્રવારે 83.57 પર બંધ થયો હતો.
શુક્રવારે બજાર
- કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર નવા રેકોર્ડ સ્તરે બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 1359 પોઈન્ટના ઉછાળા સાથે 84,544.31 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 1.59 ટકાના વધારા સાથે 25,818.70 પર બંધ થયો. લગભગ 2346 શેર વધ્યા, 1434 શેર ઘટ્યા અને 103 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.
- ટ્રેડિંગ દરમિયાન, પ્રિઝમ જોન્સન, કોનકોર્ડ બાયોટેક લિમિટેડ, કોચીન શિપયાર્ડ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે Eris Lifesciences, Sumitomo Chemical, Poly Medicure, KEC એન્ટરપ્રાઈઝીસના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
- બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.5 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ લગભગ 1 ટકા વધ્યા હતા, જેમાં એફએમસીજી, કેપિટલ ગુડ્સ, ઓટો, મેટલ અને રિયલ્ટીમાં 1 ટકાનો વધારો થયો હતો.
આ પણ વાંચો: