મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 422 પોઈન્ટ અથવા 0.54 ટકાના ઘટાડા સાથે 77,155.79 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 168.60 પોઈન્ટ તથા 0.72 ટકાના ઘટાડા સાથે 23,349.90 પર બંધ થયો હતો. અમેરિકાએ ગૌતમ અદાણી પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે જેના કારણે અદાણીના શેરમાં ભારે ઘટાડો થયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન, પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ અને એસબીઆઈના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.
- BSE મિડકેપ ઈન્ડેક્સ 0.2 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.6 ટકા ઘટ્યા હતા.
- રિયલ્ટી સિવાય અન્ય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થયા હતા.
ઓપનિંગ માર્કેટ: ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર રેડ ઝોન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 299 પોઈન્ટના ઘટાડા સાથે 77,279.37 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.52 ટકાના ઘટાડા સાથે 23,396.70 પર ખુલ્યો.
આ પણ વાંચો: