મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 195 પોઈન્ટના ઘટાડા સાથે 72,575 પર ખુલ્યો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.24 ટકાના ઘટાડા સાથે 21,945 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ કોલ ઈન્ડિયા, હિન્દાલ્કો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, M&M અને ઈન્ફોસિસ નિફ્ટી પર ફાયદા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બજાજ ઓટો, HDFC લાઈફ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ અને આઈશર મોટર્સમાં ઘટાડો નોંધાયો હતો. ભારતીય રૂપિયો બુધવારે 82.86ની સરખામણીએ ગુરુવારે પ્રતિ ડૉલર 81.84 પર ફ્લેટ ખુલ્યો હતો.
બુધવારનું બજાર:
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. BSE પર સેન્સેક્સ 906 પોઈન્ટના ઘટાડા સાથે 72,720 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 1.60 ટકાના ઘટાડા સાથે 21,979 પર બંધ થયો હતો. બુધવારના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની રૂ. 14 લાખ કરોડથી વધુની સંપત્તિનું ધોવાણ થયું હતું.
વ્યાપક બજારમાં બે વર્ષમાં સૌથી વધુ એક દિવસીય વેચવાલી જોવા મળી છે. નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ બંને સૂચકાંકો 4 ટકાથી વધુ ઘટ્યા છે. ITC, કોટક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, ICICI બેન્ક ટ્રેડિંગ દરમિયાન ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે પાવર ગ્રીડ, કોલ ઈન્ડિયા લિમિટેડ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટમાં ઘટાડા સાથે વેપાર થયો હતો.