મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 386 પોઈન્ટના ઘટાડા સાથે 76,823.09ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.57 ટકાના ઘટાડા સાથે 23,368.05ની સપાટી પર ખુલ્યો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય ઇન્ડેક્સ 24 જૂને નબળો ખૂલ્યો હતો અને નિફ્ટી 23,400ની નીચે ગબડ્યો હતો.
બજાર ખૂલતાંની સાથે સન ફાર્મા, ICICI બેન્ક, વિપ્રો, ITC અને શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટી પર વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, સિપ્લા, SBI, ટાટા સ્ટીલ અને બજાજ ફાઇનાન્સ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.