મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 210 પોઈન્ટના ઘટાડા સાથે 79,032.73 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.14 ટકાના ઘટાડા સાથે 24,010.60 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ONGC, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટાટા મોટર્સ અને SBI લાઈફ ઈન્સ્યોરન્સ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં સામેલ હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, ભારતી એરટેલ અને કોટક મહિન્દ્રા બેંક ટોપ લુઝર્સની યાદીમાં હતા. સેન્સેક્સમાં સીડીએસએલ, ચોલા ફીન હોલ્ડિંગ્સ, CIT, IIFL ફાઇનાન્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે, મધરસન સુમી, ગોડફ્રે ફિલિપ્સ, એવન્યુ સુપરમાર્ટ, પોલીકેબ ઈન્ડિયા ટોપ લુઝર્સની યાદીમાં સામેલ છે.
સેક્ટોરલ મોરચે, હેલ્થકેર, મેટલ, પીએસયુ બેંકો, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી 0.5-1 ટકા વચ્ચે વધ્યા હતા, જ્યારે બેંક ઇન્ડેક્સ 1 ટકા અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 0.3 ટકા વધ્યો હતો.
ગુરુવારે 83.46 ના બંધ સ્તરની તુલનામાં ભારતીય રૂપિયો શુક્રવારે પ્રતિ ડૉલર 83.39 પર બંધ થયો હતો.
ઓપનિંગ માર્કેટ: ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 193 પોઈન્ટના ઉછાળા સાથે 79,436.90 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.17 ટકાના વધારા સાથે 24,085.90 પર ખુલ્યો હતો.