મુંબઈ : 6 જાન્યુઆરી, મંગળવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 239 અને 54 પોઈન્ટના વધારા સાથે ખુલ્યા હતા. શરુઆતી કારોબારમાં જ ભારે એક્શનમાં જોવા મળી છે. ઊંચા મથાળે ખુલ્યા બાદ BSE Sensex 340 પોઈન્ટ, જ્યારે NSE Nifty પણ 100 પોઈન્ટ ગગડ્યો છે. મેટલ અને બેન્કિંગ સેક્ટરમાં દબાણ નોંધાયું છે.
ભારતીય શેરબજાર : આજે 6 જાન્યુઆરી, મંગળવાર રોજ BSE Sensex ગતરોજના 71,731 ના બંધ સામે 239 પોઈન્ટના વધારા સાથે 71,970 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગતરોજના 21,771 ના બંધની સામે 54 પોઇન્ટ સુધારા 21,825 ના મથાળે ખુલ્યો હતો. જોકે શરૂઆતી કારોબારમાં જ BSE Sensex અને NSE Nifty અનુક્રમે 340 અને 100 પોઈન્ટ ગગડીને રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. એકંદર બજારમાં સૌથી વધુ લેવાલી ઓટો, IT અને ફાર્મા સેક્ટરમાં નોંધાઈ છે. જ્યારે મેટલ અને બેન્કિંગ સેક્ટરમાં વેચવાલી છે.
વૈશ્વિક કોમોડિટી બજાર : ક્રૂડ ઓઇલ 78 ડોલરની નજીક પહોંચ્યું છે. સોનું 15 ડોલર ઘટીને 2040 ની નજીક પહોંચ્યું છે. ચાંદી 2% ઘટીને સાડા વીસ ડોલરની આસપાસ છે. મોટાભાગના મેટલમાં નબળું વલણ છે. વૈશ્વિક વાયદા વચ્ચે કોફી, ઘઉં અને રો સુગરની કિંમતોમાં ઘટાડો છે.