નવી દિલ્હી: આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં ગુરુવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 16 પૈસા ઘટીને 86.56 (કામચલાઉ) પર બંધ થયો હતો. વિદેશમાં ડોલર મજબૂત થવા, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને વિદેશી ભંડોળ પાછું ખેંચવાને કારણે રૂપિયો ગગડ્યો હતો.
જો કે, વિદેશી મુદ્રા વેપારીઓનું કહેવું છે કે, સકારાત્મક સ્થાનિક શેર બજારોએ નીચલા સ્તરે થોડી રાહત આપી હતી. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો 86.42 પર ખુલ્યો અને 86.37ના દિવસે ઊંચી સપાટીને સ્પર્શ્યા પછી, સત્રના અંતમાં 86.56 પ્રતિ ડોલર (કામચલાઉ) પર બંધ થયો હતો. જે તેના અગાઉના બંધ ભાવથી 16 પૈસા નીચે હતો.
બુધવારના રોજ ડોલર સામે રુપિયો 13 પૈસા વધીને 86.40 રુપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. આના એક દિવસ પહેલા, તે તેના સૌથી નીચા સ્તરથી 17 પૈસાના વધારા સાથે બંધ થયો હતો. મિરાએ એસેટ શેઅરખાનના સંશોધન વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે, આયાતકારો તરફથી ડોલરની માંગમાં વધારો થવાને કારણે રૂપિયો ગગડ્યો હતો.
તેમણે કહ્યું કે, “આયાતકારો ડોલર ખરીદવાનું ચાલુ રાખી શકે છે, જેનાથી રૂપિયા પર દબાણ વધી શકે છે. વેપારીઓ છૂટક વેચાણ અને અમેરિકાના સાપ્તાહિક બેરોજગારી દાવાઓના ડેટામાંથી સંકેતો લઈ શકે છે. ડોલર-રૂપિયાનો હાજર ભાવ રુ. 86.35થી રુ. 86.75ની રેન્જમાં રહેવાની આશા છે.
આ દરમિયાન, 6 મુખ્ય ચલણો સામે US ડોલરની સ્થિતિને દર્શાવવા માટે ડોલર સૂચકાંક 0.05 ટકા વધીને 108.97 પર પહોંચ્યો. ફ્યુચર્સ ટ્રેડિંગમાં, આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.12 ટકા ઘટીને 81.93 ડોલર પ્રતિ બેરલ પર ભાવ રહ્યો હતો.
વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓને લઈને ચિંતાથી ડોલર અને ક્રૂડ ઓઇલની અસ્થિરતા વધવાની શક્યતા છે. જ્યાં સુધી આગામી અઠવાડિયે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની નવી સરકાર સત્તા સંભાળે ત્યાં સુધી. સ્થાનિક શેરબજારમાં, 30 શેર પર આધારિત BSE સેન્સેક્સ 318.74 પોઈન્ટ વધીને 77,042.82 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 98.60 પોઈન્ટ વધીને 23,311.80 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
શેરબજારના આંકડા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મૂડી બજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. તેમણે બુધવારે શુદ્ધ રુપથી 4,533.49 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
આ પણ વાંચો: