મુંબઈ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના વીતેલા નાણાકીય વર્ષ 2023-24 વાર્ષિક અને ચોથા ત્રિમાસિકગાળાના પરિણામો જાહેર થયા છે. વાર્ષિક કોન્સોલિડેટેડ રેવન્યુ 1,000,122 કરોડ ($119.9 બિલિયન) રુપિયા નોંધાઈ છે, જે વાર્ષિક ધોરણે 2.6 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ કુલ આવક વિક્રમી સપાટી રહી છે.
વાર્ષિક ધોરણે 11.4 ટકાની વધારો : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પરિણામો પર એક નજર કરીએ તો વાર્ષિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 1,78,000 કરોડ ($21.4 બિલિયન) થયો છે, જે વાર્ષિક ધોરણે 16.1 ટકાનો વધારો દર્શાવે છે. વાર્ષિક કોન્સોલિડેટેડ PBT રૂ. 1,00,000 કરોડને પાર થઈ રૂ. 1,04,727 કરોડ ($12.6 બિલિયન) રહ્યો છે, જે વાર્ષિક ધોરણે 11.4 ટકાની વધારો દર્શાવે છે.
શેરદીઠ રૂ. 10ના ડિવિડન્ડની જાહેરાત : તો જિયો પ્લેટફોર્મ્સનો વાર્ષિક નેટ પ્રોફિટ રૂ. 20,000 કરોડને પાર થયો છે. રિલાયન્સ રીટેલનો વાર્ષિક ચોખ્ખો નફો રૂ. 10,000 કરોડને પાર થઈ ગયો છે. ત્રિમાસિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 4,750 કરોડ ($5.7 બિલિયન) થયો છે, જેમાં વાર્ષિક ધોરણે 14.3 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના શેરહોલ્ડરોને શેરદીઠ રૂ. 10ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
મૂકેશ અંબાણીનું નિવેદન : આ પરિણામો વિશે ટિપ્પણી કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર, મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “ રિલાયન્સના વ્યાપારમાં નવતર પહેલથી ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની વૃદ્ધિને વેગવાન બનાવવામાં અદ્દભુત યોગદાન આપ્યું છે. એ બાબતની નોંધ લેવી આનંદિત કરી દેનારી છે કે રાષ્ટ્રીય અર્થતંત્રને સુદૃઢ બનાવવાની સાથે સાથે, તમામ સેગમેન્ટે સર્વોત્તમ નાણાકીય તેમજ ઓપરેટિંગ પ્રદર્શન કર્યું છે. આનાથી કંપનીને અનેકવિધ સીમાચિહ્નો સર કરવામાં મદદ મળી છે. મને એ વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે, આ વર્ષે રિલાયન્સ કરવેરા પૂર્વેના નફામાં રુપિયા 1,00,000 કરોડના સ્તરને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે.
ડિજિટલ સર્વિસીઝ સેગમેન્ટનું પ્રદર્શન વેગવાન : તેમણે જણાવ્યું કે મોબિલિટી તેમજ ફિક્સ્ડ વાયરલેસ સર્વિસીઝ એમ બંનેના સહયોગથી સબસ્ક્રાઈબર બેઝના તેજગતિએ વિસ્તરણને પગલે ડિજિટલ સર્વિસીઝ સેગમેન્ટનું પ્રદર્શન વેગવાન બન્યું છે. 108 મિલિયન ટ્રુ 5G ગ્રાહકો સાથે, જિયો ખરા અર્થમાં ભારતમાં 5G પરિવર્તનનું સુકાની બન્યું છે. તમામ 2G યુઝર્સને સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાથી માંડીને AI-ચલિત સોલ્યુશન્સ પેદા કરવાના પ્રયાસોમાં અગ્રેસર રહેવા સુધીના દરેક તબક્કે જિયોએ દેશના ડિજિટલ માળખાને મજબૂત બનાવવામાં પોતાની ક્ષમતા પૂરવાર કરી છે.
સ્ટોર્સના રિ-મોડલિંગ તેમજ લેઆઉટ્સ : તેમણે વધુમાં જણાવ્યું કે રિલાયન્સ રિટેલે પોતાની મજબૂત ઓમ્ની-ચેનલ ઉપસ્થિતિ દ્વારા ગ્રાહકોને અખૂટ પસંદગીઓ પૂરી પાડવાનું ચાલુ રાખ્યું છે. સ્ટોર્સના રિ-મોડલિંગ તેમજ લેઆઉટ્સને નવું સ્વરૂપ પ્રદાન કરીને પ્રોડક્ટ નવીનીકરણ તેમજ સર્વોત્તમ ઓફલાઈન અનુભૂતિ પ્રદાન કરવાનું અમે ચાલુ રાખ્યું છે. અમારા ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ પણ વિશાળ બ્રાન્ડ કેટલોગ દ્વારા ઉપભોક્તાઓને નવા સોલ્યુશન્સ પૂરા પાડી રહ્યા છે. રિલાયન્સ રિટેલ પણ નવા કોમર્સ ક્ષેત્રમાં પોતાની અનોખી પહેલો દ્વારા કરોડો વેપારીઓને સશક્ત બનાવવા માટે કાર્યરત છે.
ઘરેલુ ગેસ ઉત્પાદનમાં 30 ટકા જેટલું યોગદાન : કંપનીના રીપોર્ટમાં જણાવાયું છે રે વિશ્વભરમાં ઈંધણની મજબૂત માગ, અને વૈશ્વિક રિફાઈનિંગ પ્રણાલિમાં મર્યાદિત લવચીકતાએ O2C સેગમેન્ટના માર્જિન અને નફાકારકતાને સહાયતા પૂરી પાડી છે. ” સમગ્ર વર્ષ દરમિયાન પાયાગત કેમિકલ ઉદ્યોગે અત્યંત પડકારજનક બજાર પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. આવી સામા વહેણની પરિસ્થિતિઓમાં પણ, અગ્રણી પ્રોડક્ટ પોઝિશન અને પડતર નિયંત્રણને પ્રાથમિકતા આપનારાં અમારા ઓપરેટિંગ મોડેલ દ્વારા ફીડબેક લવચીકતાને જાળવી રાખીને અમે સ્પર્ધાત્મક પરિણામો પૂરા પાડી શક્યા છીએ. KG-D6 બ્લોકે 30 MMSCMD ઉત્પાદનનો આંક હાંસલ કર્યો છે અને હવે તે ભારતના ઘરેલુ ગેસ ઉત્પાદનમાં 30 ટકા જેટલું યોગદાન આપી રહ્યો છે.ન્યૂ એનર્જી સેગમેન્ટ સહિતના અમારા પ્રોજેક્ટ્સ અને નવતર પહેલો પ્રત્યે અમે કટિબદ્ધ છીએ, જેનાથી કંપનીને વેગ મળશે, તેમજ ભવિષ્ય માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિ પૂરી પાડવામાં તેને મદદ પ્રાપ્ત થશે.”
જિયો પ્લેટફોર્મ્સના સંકલિત પરિણામો : જિઓ પ્લેટફોર્મ્સની ત્રિમાસિક રેવન્યુ રૂ. 33,835 કરોડ નોંધાઈ છે, જે વાર્ષિક ધોરણે 13.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ત્રિમાસિક ધોરણે જોઈએ તો EBITDA રુપિયા 14,360 કરોડ થઈ છે, વાર્ષિક ધોરણે 12.5 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર્સની વૃદ્ધિ થઈ છે. તેમજ FY24માં 42.4 મિલિયનનો ચોખ્ખો ઉમેરો પણ થયો છે.
5G સબસ્ક્રાઇબર્સ બેઝ : જીયો પ્લેટફોર્મ્સમાં 5G સ્વિકૃતિ અને હોમ સ્કેલ અપને કારણે ડેટા ટ્રાફિક FY24માં 148 એક્સાબાઇટ રહી છે, જે વાર્ષિક ધોરણે 31 ટકાનો વધારો દર્શાવે છે. જિયોએ ભારતના 5G તરફના બદલાવને જાળવી રાખતા 108 મિલિયન કરતા વધારે સબસ્ક્રાઇબર્સ નોંધાવ્યા છે, જે હવે જિયોના વાયરલેસ ડેટા ટ્રાફિકના 28 ટકા થાય છે. ચીનની બહાર કોઇપણ ઓપરેટર દ્વારા નોંધવવામાં આવેલો સૌથી વધારે 5G સબસ્ક્રાઇબર્સ બેઝ જિયો એરફાઇબરને 5,900 શહેરોમાં તંદુરસ્ત માગ જોવા મળી રહી છે, જેનાથી ત્રિમાસિકગાળામાં સૌથી વધારે ઘરોને જોડી શકાયા છે. ડિજીટલ સર્વિસીસના કારણે જિયો પ્લેટફોર્મ્સની સ્ટેડઅલોન ક્વાર્ટર્લી રેવન્યુ વાર્ષિક ધોરણે 64 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
આકાશ અંબાણીનું નિવેદન : રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયોએ તેની નેટવર્ક લીડરશીપ જાળવી રાખી છે અને વૈવિધ્યપૂર્ણ ગ્રાહક સમૂહોને નવીન ડિજિટલ સોલ્યુશન્સ ઓફર કરી રહ્યું છે. તેના પરિણામે સબ્સ્ક્રાઇબર વધારા અને એન્ગેજમેન્ટ લેવલની દૃષ્ટિએ સતત ઉત્કૃષ્ટ પરફોર્મન્સ થઈ રહ્યું છે. જિયો એર ફાઇબરના સબ્સ્ક્રાઇબર બેઝમાં સતત વધારો અને ડિજિટલ સેવાઓની ઝડપ થકી જિયો ઉદ્યોગ અગ્રણી વૃદ્ધિને ટકાવી રાખશે.”