મુંબઈ : કારોબારી સપ્તાહના અંતિમ દિવસ 22 માર્ચ, શુક્રવારે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 152 પોઈન્ટના ઉછાળા સાથે 72,793 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.32 ટકાના વધારા સાથે 22,081 પર બંધ થયો હતો.
બજારમાં સ્ટોકનો હાલચાલ : આજના ટ્રેડિંગ સેશન દરમિયાન મારુતિ સુઝુકી, હીરો મોટરકોર્પ, એપોલો હોસ્પિટલ, UPL ટોપ ગેઈનર સ્ટોકની યાદીમાં સામેલ હતા. જ્યારે ટોપ લુઝર સ્ટોકમાં LTI માઇન્ડટ્રી, ઇન્ફોસિસ, વિપ્રો અને HCL Tech રહ્યા હતા, જેમાં ઘટાડા સાથે વેપાર થયો હતો.
આ સેક્ટરમાં તેજી : આજે મેટલ, ઓટો, રિયલ્ટી, FMCG, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં 0.5-1 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડેક્સ 2 ટકા નીચે છે. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકા વધ્યા હતા.
સપાટ કારોબાર : ભારતીય બેન્ચમાર્ક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં શુક્રવારે ફ્લેટ નોટ પર ટ્રેડિંગ રહ્યું હતું. કારણ કે સેક્ટર બેલવેધર એક્સેંચરની આવકની ચેતવણીના પગલે આઇટી શેરોમાં ઘટાડો થયો હતો, જેથી યુએસ ફેડરલ રિઝર્વ રેટ કટની આસપાસનો આશાવાદ ઓછો થયો હતો. વિપ્રો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, HCL Tech, LTI Mindtree અને Infosys 2.3 ટકા અને 4.5 ટકા વચ્ચે ઘટવા સાથે IT ઇન્ડેક્સ ટોચના સેક્ટરમાં લુઝર હતો. નિફ્ટી 50 માં ટોપ ફાઈવ લુઝરમાં IT શેર સામેલ હતા.
ઓપનિંગ માર્કેટ : કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 180 પોઈન્ટના ઘટાડા સાથે 72,460 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.21 ટકા ઘટાડા સાથે 21,964 પર ખુલ્યો હતો.