ETV Bharat / business

ભારતીય શેરબજાર પર લાલ રંગ ચડ્યો, BSE Sensex 361 પોઇન્ટ તૂટ્યો - Share Market Update - SHARE MARKET UPDATE

હોળી પર્વની રજા બાદ શેરબજારને લાલ રંગ લાગ્યો છે. આજે 26 માર્ચ, મંગળવારે બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ડાઉન ખુલ્યા હતા. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન લેવાલી અને વેચવાલીના ફટાકા બાદ ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય શેરમાર્કેટ રેડ ઝોનમાં બંધ થયું હતું.

ભારતીય શેરબજાર પર લાલ રંગ ચડ્યો
ભારતીય શેરબજાર પર લાલ રંગ ચડ્યો
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 4:32 PM IST

મુંબઈ : ભારતીય શેરબજાર આજે ડાઉન ખુલ્યા બાદ ટ્રેડિંગ સેશનના અંતે રેડ ઝોનમાં બંધ થયું હતું. ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ડાઉન ખુલ્યા હતા. જોકે FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર વચ્ચે BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 361 અને 92 પોઇન્ટ ડાઉન રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.

BSE Sensex : આજે 26 માર્ચ, મંગળવારના રોજ BSE Sensex ગત 72,831 બંધની સામે 435 પોઈન્ટ ઘટીને 72,396 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 72,363 પોઈન્ટ ડાઉન અને 72,705 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 361 પોઈન્ટ ઘટીને 72,470 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.50 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 92 પોઈન્ટ (0.42%) ઘટીને 22,004 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ ગત 22,096 બંધ સામે આજે 149 પોઈન્ટ ઘટીને 21,947 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 21,947 પોઈન્ટ સુધી ડાઉન અને 22,073 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે Sensex ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં બજાજ ફાયનાન્સ (2.18%), લાર્સન (1.38%), એનટીપીસી (1.32%), એક્સિસ બેંક (0.81%) અને ટાટા મોટર્સનો (0.66%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે Sensex ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં પાવર ગ્રીડ કોર્પો (-2.03%), ભારતી એરટેલ (-1.99%), વિપ્રો (-1.49%), HDFC બેંક (-1.29%) અને કોટક મહિન્દ્રાનો (-1.14%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 707 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1523 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં એક્સિસ બેંક, SBI, M&M અને રિલાયન્સના સ્ટોક રહ્યા હતા.

  1. બાઇક રાઇડ ગોતો છો? જાણો ભારતની શ્રેષ્ઠ પાંચ બાઇક રેન્ટલ એપ, રાઈડ રોમાંચની તમામ માહિતી જાણો - Bike Rental Apps In India
  2. ભારતીય શેરબજારની લાલ રંગમાં શરૂઆત, વૈશ્વિક બજારમાં સુસ્ત સંકેત - Stock Market Update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.