ETV Bharat / business

ભારતીય શેરબજાર ઓલ ટાઈમ હાઈ : Sensex 82,725 પર ખુલ્યો અને Nifty 25,300 પાર - Stock market update

સપ્ટેમ્બર માસની શરૂઆત સાથે ભારતીય શેરબજારમાં તેજીનું વલણ નોંધાયું છે. કારોબાર સપ્તાહના પ્રથમ દિવસે બજાર નવા રેકોર્ડ સ્તરે ખુલ્યું છે. BSE Sensex 360 પોઈન્ટના ઉછાળા સાથે 82,725 મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty પણ વધારા સાથે 25,300 પાર થયો છે.

ભારતીય શેરબજાર ઓલ ટાઈમ હાઈ
ભારતીય શેરબજાર ઓલ ટાઈમ હાઈ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 10:45 AM IST

મુંબઈ : આજે 2 સપ્ટેમ્બર, સોમવારના રોજ ભારતીય શેરબજારમાં સપ્તાહની મજબૂત શરૂઆત થઈ છે. બજાર નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. Sensex પ્રથમ વખત 82,725 પર ખુલ્યો છે. તો Nifty પણ પ્રથમ વખત 25,300 પોઈન્ટ ઉપર ઉછળ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ 59,500 સાથે નવી ઊંચી સપાટી જોવા મળી હતી.

ભારતીય શેરબજાર : સપ્ટેમ્બર માસ અને કારોબાર સપ્તાહના પ્રથમ દિવસ 2 સપ્ટેમ્બર, સોમવારના રોજ ભારતીય શેરબજારમાં ધમાકેદાર તેજી નોંધાઈ છે. બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty અનુક્રમે 82,725 અને 25,333 ની ઓલ ટાઈમ હાઈ બનાવી છે. BSE Sensex ગત 82,365 બંધ સામે 360 પોઈન્ટ ઉછળી 82,725 ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 25,235 બંધ સામે 98 પોઈન્ટ ઉપર 25,333 ના મથાળે ખુલ્યો છે.

સ્ટોકની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીઓમાં બજાજ ફિનસર્વ, ITC, બજાજ ફાઇનાન્સ, HCL ટેક અને રિલાયન્સના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ ટાટા મોટર્સ, M&M, ભારતી એરટેલ, NTPC અને વિપ્રો ના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.

કોમોડિટી માર્કેટ : ક્રૂડ ઓઈલ 10 દિવસની નીચી સપાટીએ પહોંચ્યું છે, બ્રેન્ટ 76 ડોલરની નજીક છે. શુક્રવારે કાચા તેલમાં ભારે ઘટાડો નોંધાયો હતો. હવે OPEC+ ના ઉત્પાદન વધવાની અપેક્ષા છે. આજે અમેરિકન બજારમાં રજા છે. શુક્રવારના રોજ અમેરિકન બજારોમાં જોરદાર એક્શન નોંધાયું હતું. DOW ફરી 230 પોઈન્ટનો ઉછાળો નોંધાવી નવો રેકોર્ડ બનાવ્યો હતો. S&P 500 તેની લાઈફ હાઈથી માત્ર 20 પોઈન્ટ દૂર છે.

  1. જો ડીમેટ એકાઉન્ટ ઉપયોગ નથી કરતા તો આજે જ બંધ કરો, નહીં તો ચૂકવવા પડશે પૈસા
  2. GST કાઉન્સિલની મીટિંગ પછી ફાઇનાન્સ એક્ટમાં GSTની જોગવાઈઓ લાગુ કરાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.