મુંબઈ: ભારતના સૌથી મોટા સોફ્ટવેર સર્વિસ નિકાસકારોમાંના એકના સહસ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ ઈન્ફોસિસના શેર તેમના પૌત્રને આપ્યા છે, સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર નારાયણ મૂર્તિએ તેમના 4 મહિનાના પૌત્રને અંદાજે 243 કરોડ રૂપિયાના 15 લાખથી વધુ શેર ભેટમાં આપ્યા છે. શેરની રકમ ઈન્ફોસિસની શેર મૂડીના 0.04 ટકા છે. જેથી તે ભારતના સૌથી યુવા કરોડપતિ બન્યા છે.
એક્સચેન્જ ફાઇલિંગમાંથી મેળવેલ માહિતી : એક્સચેન્જ ફાઇલિંગ દર્શાવે છે કે એનઆર નારાયણ મૂર્તિના પૌત્ર એકાગ્રએ ભારતની બીજી સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસ કંપનીમાં 15,00,000 શેર અથવા 0.04 ટકા હિસ્સો મેળવ્યો છે. આ સંપાદન પછી, ઇન્ફોસિસમાં મૂર્તિનો હિસ્સો 0.40 ટકાથી ઘટીને 0.36 ટકા અથવા 1.51 કરોડથી વધુ શેરનો થઇ થયો હતો. વ્યવહારનો મોડ ઓફ-માર્કેટનો હતો.
પૌત્રનું નામ એકાગ્ર : નવેમ્બરમાં, મૂર્તિ અને તેમના લેખિકા પત્ની સુધા મૂર્તિ તેમના પુત્ર રોહન મૂર્તિ અને પત્ની અપર્ણા કૃષ્ણને એક દીકરાનું સ્વાગત કર્યું ત્યારે દાદા-દાદી બન્યાં હતાં. તમને જણાવી દઈએ કે બાળકનું નામ એકાગ્ર રાખવામાં આવ્યું છે. આ સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ થાય છે અટલ ધ્યાન અને નિશ્ચય. આ નામ મહાભારતમાં અર્જુનની એકાગ્રતાથી પ્રેરિત હોવાનું કહેવાય છે.
ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓમાંની એક : ઇન્ફોસિસની સફર 1981માં 250 ડોલરથી શરૂ થઈ હતી અને આજે તે ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓમાંની એક છે, કારણ કે તેણે કોર્પોરેટ ગવર્નન્સ અને સંપત્તિ સર્જનનું લોકશાહીકરણ કરવા માટે એક નવો દાખલો બનાવ્યો છે. સુધા મૂર્તિએ 250 ડોલર સાથેે ઇન્ફોસીસને આગળ વધારી હતી.
હાલમાં રાજ્યસભા સંસદ બન્યાં સુધા મૂર્તિ : 25 વર્ષથી વધુ સમય સુધી ઇન્ફોસિસ ફાઉન્ડેશનનું નેતૃત્વ કર્યા પછી, મૂર્તિએ ડિસેમ્બર 2021 માં તેમની ભૂમિકામાંથી નિવૃત્તિ લીધી અને તેમના પરિવારના ફાઉન્ડેશન દ્વારા સખાવતી પ્રયાસો પર કામ કરવાનું ચાલુ રાખ્યું. તમને જણાવી દઈએ કે સુધા મૂર્તિએ તાજેતરમાં જ ભારતની સંસદમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતાં.