ETV Bharat / business

Budget 2024 25 : કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ માટે નિરાશા જનક રહ્યું, જાણો પ્રતિક્રિઆઓ... - Central Government

કેન્દ્રીય નાણામંત્રીએ આજે વચગાળાનું બજેટ સંસદમાં રજૂ કર્યું હતું. આ બજેટમાં આંગણવાડીની મહિલાઓ માટે, તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીઓના રોગ સામે લડવા તેમજ નવા પ્રવાસ સ્થળો વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં ઉદ્યોગકારો માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. આ સાથે જ ટેક્સના સ્લેબમાં પણ કોઈ સુધારો વધારો કરવામાં આવ્યો નથી. જેને લઇને વેપારીઓ ચિંતામાં મુકાયા છે. જ્યારે હવે આગામી દિવસોમાં આવનાર સંપૂર્ણ બજેટની આશા લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ જોવા મળી રહ્યા છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2024, 4:36 PM IST

Budget 2024 25

રાજકોટ : કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વિનોદ કાછડીયાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નાના નાના ઉદ્યોગકારોને અને મધ્યમ પરિવારને દરેક બજેટમાં આ અપેક્ષા હોય જ છે. પરંતુ દરેક વખતે આશા અપેક્ષાઓ થોડી ઘણી સંતોષાતી હોય છે અને કેટલીક વાર સંતોષાતી નથી. જ્યારે આજે જે બજેટ રજૂ થયું છે તેમાં કોઈ નવા સુધારા વધારા નથી. ટેક્સની વાત કરવામાં આવે તો ટેક્સમાં પણ કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવી નથી. જ્યારે આ બજેટમાં કેન્દ્ર સરકારની જે અલગ અલગ સરકારી યોજનાઓ છે તેને વધુ મજબૂત બનાવવાની જોગવાઈઓ કરવામાં આવી છે તે આવકારદાયક છે. હવે આગામી જુલાઈમાં જે ફાઇનલ બજેટ આવે તેમાં અમારી માંગણીઓ સંતોષાય તેવી આશા છે.

ફાર્મા સેકટર માટે કોઈ જાહેરાત નહિ : જ્યારે કેમેસ્ટ્રી એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ સત્યમ પટેલે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના વચગાળાના બજેટમાં ફાર્મા સેક્ટર કે MSME માટે કોઈ મહત્વની જાહેરાતો કરવામાં આવી નથી. પરંતુ ભારતની અંદર જે નવી મેડિકલ કોલેજો બનાવવા માટેની કમિટીની જાહેરાત કરવામાં આવી છે તે ખૂબ જ સારી બાબત છે. આ સાથે જ બીજી મહત્વની વાત કરી છે ટીકાકરણની એટલે કે સર્વાઇકલ કેન્સરની સામે દેશની કન્યાઓને વેક્સિન આપવામાં આવશે તે પણ સારી બાબત છે.

બજેટમાં કોઇ મોટા ફેરફાર નથી : મશીનરી ડીલર એસોસિયશનના અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું જે બજેટ જાહેર થયું છે તે આવકાર દાયક છે. આ બજેટમાં કોઈ નવા કરવેરા નાખવાની વાત નથી. મધ્યમ વર્ગના લોકોને જે આશા હતી કે ઇન્કમ ટેકસમાં છૂટછાટ આપવામાં આવે પરંતુ તેમાં કાઈ સુધારા વધારા નથી માટે આ બાબત નિરાશાજનક છે.

  1. Budget 2024: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, 7 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહી: નાણામંત્રી
  2. budget 2024 our GDP mantra : બજેટ ભાષણમાં આ વખતે ન સાંભળવા મળી શાયરી, નાણાપ્રધાને બદલી જીડીપીની વ્યાખ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.