મુંબઈ : 21 ઓગસ્ટ, બુધવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 135 પોઇન્ટ ઘટીને 80,667 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 18 પોઈન્ટના ઘટાડા સાથે 24,680 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ ગગડતા રહીને હાલ નીચા મથાળે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય શેરબજાર : 21 ઓગસ્ટ, બુધવારના રોજ BSE Sensex ગત 80,802 બંધ સામે 135 પોઈન્ટના ઘટાડા સાથે 80,667 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 24,698 બંધની સામે 18 પોઇન્ટ તૂટીને 24,680 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નીચા મથાળે બાદ BSE Sensex અને NSE Nifty સતત ગગડીને લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.
ગેઈનર-લુઝર સ્ટોક : NSE Nifty પર Divi's લેબ, L&T, ભારતી એરટેલ અને ટાટા મોટર્સ મજબૂત ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, HDFC બેંક રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યાં છે. બેન્ક નિફ્ટી પણ 100 પોઈન્ટથી વધુ પોઈન્ટ ડાઉન 50,600 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
કોમોડિટી બજાર : ડોલર ઈન્ડેક્સ સતત ત્રીજા દિવસે ઘટ્યો હતો અને ડિસેમ્બર 2023 ના નીચા સ્તરે પહોંચ્યો છે. બીજી તરફ સોનામાં રેકોર્ડ રેલી ચાલુ છે, ગઈકાલે ફરી સોનાએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ 77 ડોલરની નજીક 2 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો છે.
મંગળવારનું બજાર : કારોબારી સપ્તાહના બીજા દિવસ મંગળવારના રોજ શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 378 પોઈન્ટ ઉછળીને 80,802.86 પર બંધ થયો હતો. NSE પર નિફ્ટી 0.46 ટકાના ઉછાળા સાથે 24,684.85 પર બંધ થયો હતો.