લખનૌઃ યુપીમાં આકરી ગરમી યથાવત છે. જો કે ગુરુવારે પૂર્વ તરફથી આવતા પવનોને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. અને મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા ઓછું દેખાયું હતું. તાપમાનમાં ઘટાડો થવાને કારણે પૂર્વ અને પશ્ચિમ યુપી રહેવાસીઓને ગરમીથી થોડી રાહત મળી છે. બંગાળની ખાડીમાંથી આવતા પવનોને કારણે ભેજવાળા ઉનાળો શરૂ થવાની સંભાવના છે. હાલ ચોમાસાના આગમન પહેલા રાજ્યમાં ગરમીમાંથી રાહત મળે તેવી કોઈ આશા આસપાસ દેખાઈ રહી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે.
તો ચાલો જાણીએ કેવી રહેશે ગરમીની પરિસ્થિતિ:
આ જિલ્લાઓમાં વધુ રહેશે: ઔરૈયા, જાલૌન, હમીરપુર, ઝાંસી અને આસપાસના વિસ્તારોમાં તીવ્ર ગરમીની લહેર એટલે કે હીટ વેવની શક્યતા છે. અન્ય વિસ્તારો જેવા કે, ઈટાવા, મહોબા, લલિતપુર અને આસપાસના વિસ્તારોમાં પણ હીટ વેવની આકાંક્ષા છે.
રાત્રિ દરમિયાન પણ ગરમી: જ્યારે અલીગઢ, મથુરા, હાથરસ, કાસગંજ, ઇટાહ, આગ્રા, ફિરોઝાબાદ, મૈનપુરી, ઇટાવા, ઔરૈયા, જાલૌન, હમીરપુર, મહોબા, ઝાંસી, લલિતપુર અને આસપાસના વિસ્તારો છે ત્યાં દિવસ દરમિયાન તો ગરમી રાહશેજ પરંતુ ત્યાં રાત્રિ દરમિયાન પણ ગરમી ઘટવાના કોઈ અણસાર નથી.
ભારે પવનની સંભાવના: સોનભદ્ર, ચંદૌલી, વારાણસી, સંત રવિદાસ નગર, ગાઝીપુર, મૌ, બલિયા, દેવરિયા, ગોરખપુર, સંત કબીર નગર, બસ્તી, કુશીનગર, મહારાજગંજ, સિદ્ધાર્થ નગર, ગોંડા, બલરામપુર, વિસ્તારોમાં વાવાઝોડું આવી શકે છે, જ્યારે શ્રાવસ્તી, બહરાઈચ અને આસપાસના વિસ્તારોમાં વીજળી ત્રાટકી તેમાંજ ભારે પવનની સંભાવના છે.
સૌથી ઓછું તાપમાન 21 ડિગ્રી: અહી હજનવ જએવી બાબત છે કે, ઉત્તર પ્રદેશનો ઓરાઈ જિલ્લો છેલ્લા 24 કલાકમાં સૌથી ગરમ જિલ્લો રહ્યો છે. અહીં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે બુલંદશહેર જિલ્લામાં સૌથી ઓછું તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ થઈ વાત કે, અલગ અલગ વિસ્તારોમાં કેવી રહેશે પરિસ્થિતિ તો ચાલો હવે જાણીએ કે રાજ્યના મોટા શહેરોમાં કેવું રહશે તાપમાન:
લખનઉ: યુપીની રાજધાની લખનઉમાં ગુરુવારે દિવસ દરમિયાન જોરદાર પવન ફૂંકાયો હતો. જે કે વાતાવરણ સામાન્ય હતું. પૂર્વીય પવનોને કારણે તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું છે. લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાજધાની લખનૌમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મહત્તમ તાપમાન 39 અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
કાનપુર શહેર: કાનપુરમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં બે ડિગ્રી સેલ્સિયસ વધુ છે. જ્યારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે.
ગોરખપુર: ગોરખપુરમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી સેલ્સિયસ વધુ છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું છે.
વારાણસીઃ વારાણસીમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય છે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 5 ડિગ્રી ઓછું છે.
પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું છે.
મેરઠ: મેરઠમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
આગ્રા: આગ્રામાં લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી ઓછું છે.
રાત્રિના તાપમાનમાં ઘટાડાની કોઈ શક્યતા નથી: હવામાનશાસ્ત્રી મોહમ્મદ દાનિશે જણાવ્યું હતું કે, શુક્રવારે ઉત્તર પ્રદેશના પૂર્વીય વિસ્તારોમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે. જ્યારે 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જો કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ સ્થળોએ ગરમીની પરિસ્થિતિ યથાવત રહશે ઉપરાંત રાત્રિના તાપમાનમાં પણ ધટાડો થવાની કોઈ શક્યતા નથી.