ETV Bharat / bharat

Ramdas Athavale: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલને 4થી 5 બેઠક પર ચૂંટણી લડવી છે, શીરડી બેઠક હોટ ફેવરિટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 5:20 PM IST

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રની 1 અને ઉત્તર પ્રદેશની 2 સહિત કુલ 4થી 5 બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે ચૂંટણી લડવા માટે શીરડી બેઠકને હોટ ફેવરિટ ગણાવી. Union Minister Ramdas Athavale 4 to 5 seats 1 from Maharashtra 2 UP Sheeradi

રામદાસ આઠવલને 4થી 5 બેઠક પર ચૂંટણી લડવી છે

અમારી રીપબ્લિક પાર્ટી નરેન્દ્ર મોદી સાથે જ રહેશે

સુરત: આજે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રામદાસ આઠવલે સુરતની મુલાકાતે હતા. રામદાસ આઠવલેએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન અનેક રસપ્રદ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આઠવલેએ જણાવ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં અમારી રીપબ્લિક પાર્ટી નરેન્દ્ર મોદી સાથે જ રહેશે. 2024માં મોદી સરકાર 400ને પાર અને કોંગ્રેસના સુપડાં સાફ થશે તવી શક્યતા રામદાસ આઠવલેએ વ્યક્ત કરી હતી. તેમણે મહારાષ્ટ્રના શીરડી બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

રીપબ્લિક પાર્ટીનો કાર્યક્રમઃ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે સુરતમાં રીપબ્લિક પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. તેમણે ઈન્ડિયા ગઠબંધન પર વાકપ્રહાર કર્યા હતા. આઠવલે એ જણાવ્યું કે, રીપબ્લિકન પાર્ટી હંમેશા મોદી સરકાર સાથે રહી છે. લોકસભામાં અમારી પાર્ટીની એક પણ બેઠક ન હોવા છતાં મને પ્રધાન પદ આપવામાં આવ્યું છે. દેશમાં નરેન્દ્ર મોદીની હવા ચાલી રહી છે. વિરોધી પાર્ટીઓનું 'ઈન્ડિયા' ગઠબંધન મોદીને ગાળો આપી રહ્યું છે પણ તેની કોઈ અસર મોદી પર થવાની નથી. મોદીનું વિરોધી ઈન્ડિયા ગઠબંધન નબળું પડી રહ્યું છે. નીતિશે ઇન્ડિયા છોડ્યું, મમતા પણ પોતાની રીતે ચૂંટણી લડશે અને કેજરીવાલ પણ અલગ ચૂંટણી લડવાના હોય ત્યારે આ ગઠબંધનની હાર નિશ્ચિત છે. તેમણે નરેન્દ્ર મોદી સરકારને 400થી વધુ બેઠક મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપ સરકારના વિકાસકાર્યોઃ રામદાસ આઠવલેએ મોદી સરકારની યોજનાઓ અને વિકાસકાર્યો વર્ણવ્યા હતા. ગેસ સીલિન્ડર લોકોના ઘર ઘર સુધી પહોંચ્યા, પીએમ જન ધન યોજના અંતર્ગત 51 કરોડ બેન્ક એકાઉન્ટ ખુલ્યા તેમજ 49 જેટલા એરપોર્ટ ડેવલપ કરાયા, સુપ્રીમ કોર્ટમાં પુરાવાના આધારે રામ મંદિરનો ચુકાદો આવ્યો અને આજે રામ મંદિર બની ગયું વગેરે જેવી ભાજપની ઉપલબ્ધિઓ ગણાવી હતી.

કૉંગ્રેસ પર આકરા વાકપ્રહારઃ રામદાસ આઠવલેએ આ પ્રસંગે કૉંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે કૉંગ્રેસના સમયમાં કોલસા કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ જેવા અનેક કૌભાંડ જ થયા છે. કૉંગ્રેસે બાબાસાહેબને 2 વખત હરાવ્યા હતા. તેમણે કહ્યું કે, મોદી હિન્દુ છે પણ બૌદ્ધ ધર્મનો પણ આદર કરે છે. બંધારણ બદલવાનો કોઈને અધિકાર નથી અને મોદી બંધારણ બદલવાના પણ નથી. બંધારણમાં સુધારો થઈ શકે પણ આખું બંધારણ બદલી શકાતું નથી.

4થી 5 બેઠકોની માંગણીઃ પોતાની પાર્ટી ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવાની છે તેમ જણાવીને રામદાસ આઠવલેએ બેઠકોની માંગણી કરી હતી. જેમાં મહારાષ્ટ્રની 1 અને ઉત્તર પ્રદેશની 2 સહિત કુલ 4થી 5 બેઠકોની માંગણી કરી છે. આ સંદર્ભે અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે વાતચીત પણ થઈ હોવાનું રામદાસ આઠવલેએ જણાવ્યું હતું. તેમણે મહારાષ્ટ્રની શિરડી બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મેં લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 1 અને ઉત્તર પ્રદેશની 2 સહિત કુલ 4થી 5 બેઠકોની માંગણી કરી છે. આ સંદર્ભે અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે વાતચીત પણ થઈ છે. મહારાષ્ટ્રની શિરડી બેઠક પરથી ચૂંટણી લડવાની મને ઈચ્છા છે...રામદાસ આઠવલે(કેન્દ્રીય પ્રધાન)

  1. Ahmedabad News: નરેન્દ્ર મોદી 2024માં ફરી બનશે વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાન આઠવલે ગુજરાત પ્રવાસ દરમિયાન કર્યો દાવો
  2. રામદાસ આઠવલે પોતાના શાયરાના અંદાજમાં આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.