નવસારી: 18 મી સપ્ટેમ્બર વિશ્વ બામ્બુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં એક બામ્બુ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદા અને ડાંગ જિલ્લાના ખેડૂતોને કુશળ કારીગર બનાવી પરંપરાગત આ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટ આપવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ લોકો હજુ વાંસમાંથી બનતી પ્રોડક્ટ પ્રત્યે જાગૃતતા ન હોવાના કારણે આ ઉદ્યોગ હાલ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. આ વ્યવસાય સાથે જોડાયેલા આદિવાસી વિસ્તારના લોકો વાંસમાંથી બનેલી પ્રોડક્ટથી લોકો જાગૃત થાય અને તેની ખરીદીમાં પહેલ કરે તો આદિવાસી સમાજ પણ આર્થિક રીતે પગભર થાય અને રોજગારીની નવી તકો ઉભી થાય તેવી આશા સેવી રહ્યા છે.
વેચાણ કમર્શિયલ રીતે કરવા માટે એક શોરૂમનું ઉદઘાટન: કૃષિ યુનિવર્સિટીંના આ વર્કશોપમાં બામ્બુમાંથી ખાટલાથી લઈને સોફાસેટ કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવે છે અને વ્યાજબી દરે તેનું વેચાણ પણ કરવામાં આવે છે. હવે આ વેચાણ કમર્શિયલ રીતે કરવા માટે એક શોરૂમનું ઉદઘાટન પણ CCF શશી કુમારના હસ્તે કરવામાં આવ્યું હતું.
પરંપરાગત વાંસને હવે પ્લાસ્ટિક સાથે રિપ્લેસ: દક્ષિણ ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને ડાંગ જિલ્લામાં ઉગતા વાંસમાંથી બનતા પરંપરાગત ટોપલા ટોપલીનો વ્યવસાય હવે ભૂતકાળ બન્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલા ફોરેસ્ટટ્રી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ પરંપરાગત વાંસને હવે પ્લાસ્ટિક સાથે રિપ્લેસ કરી માનવ જીવનમાં તેનો ઉપયોગ વધારવાની દિશામાં પરિવર્તન આરંભ્યુ છે. પાડોશી ચીન બામ્બુના કલાત્મક ઉદ્યોગમાં અગ્રેસર છે, પરંતુ તેને પછાડીને ભારત બાબુના બિઝનેમમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોટું માર્કેટ બનવા તરફ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે.
100થી વધુ ખેડૂતોએ તાલીમ મેળવી: નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આ મુહિમને આગળ ધપાવવા માટે શરૂઆત કરી દીધી છે. વર્ષોથી બામ્બુ વર્કશોપમાં સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન બામ્બુ રિસોર્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો સાથે ફોરેસ્ટ્રીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બામ્બુમાંથી બનતી વિવિધ ઉપયોગી ચીજ વસ્તુઓને લઈને તાલીમ આપવામાં આવી હતી. કૃષિ યુનિવર્સિટી દ્વારા આ ત્રીજા વર્ષે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100થી વધુ ખેડૂતોએ તાલીમ મેળવી છે. સાથે જ 18 મી સપ્ટેમ્બર વિશ્વ બામ્બુ દિવસ નિમિત્તે એક એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વિવિધ કલાત્મક બામ્બુના સાધનોનું વેચાણ પણ કરવામાં આવશે.
પ્લાસ્ટિક સ્ટ્રોનું વિકલ્પ બન્યો બામ્બુ: આ બામ્બુ એક્ઝિબિશનમાં પ્લાસ્ટિક સ્ટ્રોના વિકલ્પોએ બામ્બુને આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. હાલમાં ઠંડા પીણા કે નારીયલ પાણી પીવા માટે પ્લાસ્ટિક સ્ટ્રોનું મોટાપાયે ઉપયોગ થાય છે, ત્યારે પ્લાસ્ટિક સ્ટ્રોની ઉપયોગીતા બંધ કરી તેના સ્થાને બામ્બુમાંથી બનતા સ્ટ્રો આગામી સમયમાં માર્કેટમાં ઉપલબ્ધ બનશે. આ સ્ટ્રો એક વખત ઉપયોગ કર્યા બાદ તેનો ફરી ઉપયોગ કરી શકાય છે, આ સ્ટોરનું અનાવરણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
બિઝનેશ મોડલ બદલાયું: વર્ષો પહેલા બામ્બુ કફત પતંગ અને અગરબત્તી બનાવવા પૂરતું જ સીમિત માર્કેટ હતું, પણ ભારત સરકારે વાંસના ઉદ્યોગમાં રસ દાખવતા તે હવે વાંસ નહિ પણ ક્લાસનો ઉદ્યોગ બની જવા પામ્યો છે. બામ્બુ મિશન યોજના અંતર્ગત રાજ્ય અને જિલ્લા, ગ્રામ્ય કક્ષાએ એક ઓફીસ હોય છે જેમાંથી વાસની ખેતી કરવાને લાગતી માહિતી મેળવી શકાય છે અને સરકાર આ ખેતી માટે 5 લાખ સુધી સબસીડી પણ આપે છે. દેશમાં મોટા અભિયાનની શરૂઆત હાલમાં ગુજરાતમાં 200 જેટલી ઇન્ડસ્ટ્રીઝ વાંસના ઉદ્યોગનું પ્રતિનિધિતવ કરે છે. વાંસના વ્યવસાય જેટની સ્પીડથિ આગળ વધી રહ્યો છે.
ભારત આગામી સમયમાં મોટી હિસ્સેદારી ધરાવશે: વાંસનો ઉદ્યોગ આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક છે પણ બીજી તરફ પર્યાવરણ માટે પણ ઉપયોગી છે. વાંસ હવામાંથી કાર્બન શોષી લે છે અને માનવજાત માટે ઉપયોગી ઑક્સિજન છોડે છે. જેથી વાંસની ખેતી ઇકોનોમિકલી, ઇકોલોજીકલી અને એનવાયરોમેન્ટરલી ફાયદાકારક છે. સમગ્ર વિશ્વમાં વાંસનો 1700 બિલિયન ડોલરનો વ્યવસાય છે. જેમાં ભારત આગામી સમયમાં મોટી હિસ્સેદારી ધરાવશે. ભારત સરકાર ખેડૂતોને વાંસના વ્યવસાય તરફ વળવા માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે. આ પાકમાં ખાતર, પાણી કે અન્ય કોઈ દેખભાળની જરૂર નથી. જેથી ઓછા ખર્ચમાં વધુ નફો અપાવતી ખેતી તરફ દેશમાં મોટા અભિયાનની શરૂઆત થઈ છે.
વાંસની વિવિધ પ્રોડક્ટ બનાવનાર અને આ એક્ઝિબિશનમાં ભાગ લેનાર આદિવાસી વિસ્તારના વેપારીઓ પોતાની આપ વીતી જણાવી રહ્યા છે કે, 'અમે વાંસની ખરીદી કરી તેમાંથી તેના વિવિધ રમકડાઓ, સોફાસેટ જેવી પ્રોડક્ટો બનાવી તેનું વેચાણ કરી અમે જીવન નિર્વાહ કરીએ છીએ, પરંતુ લોકોમાં હજુ પણ વાસમાંથી બનતી પ્રોડક્ટોની જાગૃતતા ન હોવાના કારણે આ વ્યવસાય મંદગતી આગળ વધી રહ્યો છે. પરંતુ જો લોકો વાંસમાંથી બનતી પ્રોડક્ટો વિશે જાણીને તેને ખરીદી કરશે તો આદિવાસી વિસ્તારના લોકો આર્થિક રીતે સદ્ધર થશે અને રોજગારીની પણ નવી તકો ઊભી થશે.'
આ પણ વાંચો: