ETV Bharat / bharat

પંજાબના ફતેહગઢમાં બે માલગાડી વચ્ચે ટક્કર, પેસેન્જર ટ્રેન પણ આવી અડફેટે, બે લોકો પાયલોટ ઘાયલ - TRAIN ACCIDENT IN PUNJAB

પંજાબના શ્રી ફતેહગઢ સાહિબમાં આજે વહેલી સવારે 4 વાગ્યે બે માલગાડી અથડાઈ હતી. તેમાંથી એકનું એન્જિન પલટી ગયું અને બાજુના ટ્રેક પરથી પસાર થતી પેસેન્જર ટ્રેન સાથે અથડાયું. આ દુર્ઘટનામાં માલગાડીના બે લોકોપાયલટ ઘાયલ થયા છે, ઘટના કેવી રીતે બની તેને લઈને રેલવે અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે. TRAIN ACCIDENT IN PUNJAB

પંજાબના ફતેહગઢમાં બે માલગાડી વચ્ચે ટક્કર
પંજાબના ફતેહગઢમાં બે માલગાડી વચ્ચે ટક્કર (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 2, 2024, 11:12 AM IST

Updated : Jun 2, 2024, 12:38 PM IST

ફતેહગઢ સાહિબમાં ટ્રેન દૂર્ઘટના (Etv Bharat)

ચંડીગઢ: શ્રી ફતેહગઢ સાહિબમાં આજે સવારે 4 વાગ્યે બે માલગાડી અથડાઈ હતી. તેમાંથી એકનું એન્જિન પલટી ગયું અને બાજુના ટ્રેક પરથી પસાર થતી પેસેન્જર ટ્રેન સાથે અથડાયું. આ દુર્ઘટનામાં માલગાડીના બે લોકોપાયલટ ઘાયલ થયા હતા, જેમને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

બે માલગાડીની ટક્કરઃ આ અકસ્માતને ગત વર્ષે ઓડિશાના બાલાસોરમાં થયેલા અકસ્માત જેવો ગણાવાઈ રહ્યો છે. આ અકસ્માતમાં બીજી ટ્રેન આવીને રેલવે ટ્રેક પર પહેલાથી ઉભેલી ટ્રેન સાથે અથડાઈ હતી. આ અથડામણ દરમિયાન નજીકથી પસાર થઈ રહેલી ત્રીજી ટ્રેન પણ અકસ્માતનો શિકાર બની હતી અને આમ આ ટ્રેન દુર્ઘટનામાં 293 થી વધુ લોકોના મોત થયા હતા અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. શ્રી ફતેહગઢ સાહિબમાં થયેલા આ અકસ્માતની રૂપરેખા કંઈક આવી જ છે, પરંતુ ધીમી ગતિના કારણે મોટી દુર્ઘટના ટળી છે.

અકસ્માતમાં પેસેન્જર ટ્રેનને પણ નુકસાનઃ આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના નવા સરહિંદ સ્ટેશન પર કોલસા ભરેલી ટ્રેન ઊભી હતી, જે રોપર જવાની હતી. એ જ ટ્રેક પર પાછળથી કોલસાથી ભરેલી બીજી ટ્રેન આવી, જે પહેલાથી ઉભી રહેલી કોલસાની માલસામાનની ટ્રેન સાથે અથડાઈ. જેના કારણે માલગાડીનું એન્જિન પલટી ગયું હતું. દરમિયાન કોલકાતાથી જમ્મુ જતી સ્પેશિયલ સમર ટ્રેન (04681) અંબાલાથી લુધિયાણા માટે રવાના થઈ હતી. જ્યારે આ ટ્રેન નવા સરહિંદ સ્ટેશન પાસે પહોંચી ત્યારે તેની ઝડપ ધીમી હતી. આ દરમિયાન બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર બાદ એન્જિન પલટી જતાં પેસેન્જર ટ્રેન સાથે અથડાયું હતું.

મોટી જાનહાનિ ટળી : પેસેન્જર ટ્રેનની સ્પીડ ધીમી હોવાથી ડ્રાઈવરે તરત જ ટ્રેન રોકી દીધી અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે ટ્રેનને આંશિક નુકસાન થયું છે. આ ઉપરાંત ટ્રેક પણ ખરાબ હાલતમાં છે. અકસ્માત બાદ પેસેન્જર ટ્રેનમાં બીજું એન્જિન લગાવીને તેને રાજપુરા મોકલવામાં આવ્યું હતું. આ સાથે ટ્રેક રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટક્કર એટલી જોરદાર હતી કે માલગાડીની ગાડીઓ પણ એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ એન્જિનની બારી તોડી અંદર ફસાયેલા લોકો પાયલટને બહાર કાઢ્યા અને ત્યાંથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતમાં 2 લોકો પાયલોટ ઘાયલઃ આ દરમિયાન સરહિંદ જીઆરપી પોલીસ સ્ટેશનના પ્રભારી રતન લાલે કહ્યું કે, તેમને માહિતી મળી હતી કે ટ્રેન અકસ્માત થયો છે, જેના કારણે તેઓ તપાસ માટે અહીં આવ્યા છે. તેમણે જણાવ્યું કે જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે પેસેન્જર ટ્રેન અંબાલા તરફ આવી રહી હતી અને સરહિંદ સ્ટેશન પર ઊભી હતી. અકસ્માત કેવી રીતે થયો તે તપાસનો વિષય છે. તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં બે પાયલોટ ચોક્કસપણે ઘાયલ થયા છે. શ્રી ફતેહગઢ સાહિબ સિવિલ હોસ્પિટલના ડૉ. ઈરવિન પ્રીત કૌરે જણાવ્યું કે ટ્રેન દુર્ઘટના બાદ બે લોકો પાઈલટને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની ઓળખ ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી વિકાસ કુમાર અને હિમાંશુ કુમાર તરીકે થઈ છે. વિકાસના માથામાં અને હિમાંશુના પીઠના ભાગે ઈજા થઈ છે. બંનેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પટિયાલા રિફર કરવામાં આવ્યા હતા.

રેલવે વિભાગે શરૂ કરી તપાસઃ અકસ્માત બાદ રેલવે વિભાગ વિવિધ પાસાઓ પર તપાસ કરી રહ્યું છે. તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે એક માલગાડી લાઇન પર પહેલેથી જ ઊભી હતી ત્યારે બીજી ટ્રેન એ જ લાઇન પર કેવી રીતે આવી? તેમજ માલવાહક ટ્રેનને એ જ લાઇન પર આવવાનો સિગ્નલ મળ્યો તો ડ્રાઇવર સામે ઉભી રહેલી બીજી ટ્રેન કેમ ન જોઇ શકી. અકસ્માત પાછળ બેદરકારીની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ અંબાલાથી લુધિયાણા અપ લાઇન બંધ થઈ ગઈ છે. અહીંથી પસાર થતા દરેક વાહનને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અંબાલા ડિવિઝનના ડીઆરએમ સાથે રેલ્વે, જીઆરપી અને આરપીએફના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Last Updated : Jun 2, 2024, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.