ETV Bharat / bharat

રાજસ્થાનમાં બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 152 ઉમેદવારો મેદાનમાં, 49 ઉમેદવારો કરોડપતિ-25 સામે ફોજદારી કેસ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

રાજસ્થાનમાં 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ તબક્કામાં 152 ઉમેદવારો મેદાનમાં છે. તેમની સરેરાશ સંપત્તિ 4 કરોડ રૂપિયા છે. જ્યારે 16 ટકા ઉમેદવારોએ એફિડેવિટમાં માહિતી આપી છે કે તેમની સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. જાણો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024 Rajsthan Second Fase 152 candidates 49 Candidates Millionaires

49 ઉમેદવારો કરોડપતિ-25 સામે ફોજદારી કેસ
49 ઉમેદવારો કરોડપતિ-25 સામે ફોજદારી કેસ
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 22, 2024, 2:52 PM IST

જોધપુરઃ લોકસભા ચૂંટણીના પહેલા ચરણમાં રાજસ્થાનની 12 બેઠકો પર 19 એપ્રિલે મતદાન સંપન્ન થયું છે. હવે 26 એપ્રિલે બાકી બચેલ 13 બેઠકો પર મતદાન થવાનું છે. જેના માટે પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. 13 બેઠકો પર કુલ 152 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ દરેક ઉમેદવારો તરફથી સોગંદનામા રજૂ કરવામાં આવ્યા છે. જેના પર એડીઆર(એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ-ADR) દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કયો ઉમેદવાર કેટલો ધનવાન છે અને કોના વિરુદ્ધ કેટલા ગુના નોંધાયા છે તેની વિગતો રજૂ કરવામાં આવી છે.

ભાજપના ઉમેદવાર સૌથી ધનવાનઃ રિપોર્ટ અનુસાર 16 ટકા ઉમેદવારો વિરુદ્ધ ગુનાહિત કેસ પેન્ડિંગ છે. આ દરેક ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 4 કરોડ રુપિયા છે. જો વ્યક્તિગત સંપત્તિની વાત કરવામાં આવે તો ટોંક-સવાઈ માધોપુર બેઠકના ભાજપ ઉમેદવારો સુખબીર સિંહ જૌનપુરિયાની પાસે છે. જોનપુરિયા કુલ 142 કરોડ રુપિયાની સ્થાવર અને જંગમ મિલકત ધરાવે છે. જ્યારે બીજા ક્રમે કોંગ્રેસના ચિત્તોડગઢના ઉમેદવાર પૂર્વ પ્રધાન ઉદયલાલ આંજના છે. જેમની સંપત્તિ 118 કરોડ રુપિયા છે. ત્રીજા સ્થાન પર જોધપુરના કોંગ્રેસના ઉમેદવાર કરણસિંહ ઉચિયારડા પાસે 75 કરોડથી વધુ સ્થાવર અને જંગમ મિલકત છે. સૌથી ઓછી સંપત્તિ જોધપુરથી ચૂંટણી લડ રહેલ દલિત ક્રાંતિ દળની ઉમેદવાર શહનાજ બાનો પાસે છે. તેમની પાસે માત્ર 2000 રુપિયા છે.

49 ઉમેદવારો કરોડપતિ: 26 એપ્રિલના રોજ રાજસ્થાનમાં બીજા તબક્કા હેઠળ અજમેર, બાંસવાડા, બાડમેર, ભીલવાડા, ચિત્તોડગઢ, જાલોર, ઝાલાવાડ-બારણ, જોધપુર, કોટા, પાલી, રાજસમંદ, ટોંક-સવાઈ માધોપુર અને ઉદયપુર લોકસભા બેઠકો પર મતદાન થશે. ADRના રિપોર્ટ અનુસાર 152 ઉમેદવારોમાંથી 49 કરોડપતિ છે. એમ કહી શકાય કે દર 3જા ઉમેદવાર કરોડપતિ છે, પરંતુ ઘણા ઉમેદવારો એવા છે જેમની પાસે માત્ર હજારોની રોકડ છે.

ઉમેદવારો પાસે ઘર કે જમીન નથીઃ 152 ઉમેદવારોમાં એવા ઘણા ઉમેદવારો છે જેમણે એફિડેવિટમાં ઝીરો સ્થાવર મિલકત જાહેર કરી છે. તેમની પાસે ન તો મકાન છે કે ન જમીન. ભાડાના મકાનમાં રહે છે. તેમાંથી જોધપુરની શહનાઝ બાનો પાસે માત્ર 2000 રૂપિયાની જંગમ સંપત્તિ છે. રિયલ એસ્ટેટ સંપત્તિ કોઈ જ નથી. ભીલવાડાના સ્વતંત્ર નારાયણ લાલ પાસે 10,000 રૂપિયા રોકડા છે પરંતુ તેમની પાસે સ્થાવર મિલકત નથી. બાંસવાડાના અપક્ષ ઉમેદવાર હિરાલાલના પુત્ર રાજકુમાર પાસે 11,500 રૂપિયાની જંગમ સંપત્તિ છે, તેમની પાસે પણ સ્થાવર સંપત્તિ નથી.

16 ઉમેદવારો સામે ગંભીર ફોજદારી કેસો: ADR રિપોર્ટ અનુસાર, કુલ 152 ઉમેદવારોમાંથી 16 ટકા એટલે કે 25 ઉમેદવારોએ તેમની સામે ફોજદારી કેસ હોવાની માહિતી આપી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારો છે. આ સિવાય અન્ય પક્ષોના 9 અને 10 અપક્ષ ઉમેદવારો છે. 11 ટકા એટલે કે 16 ઉમેદવારોએ તેમની સામે ગંભીર ગુનાહિત કેસ હોવાની માહિતી આપી છે. જેમાં સૌથી વધુ 3 ઉમેદવારો કોંગ્રેસના છે. બાકીના 13માંથી 7 અપક્ષ અને બાકીના છ ઉમેદવારો અન્ય પક્ષોના છે. ભાજપના એક પણ ઉમેદવાર સામે કોઈ ગંભીર ફોજદારી કેસ પેન્ડિંગ નથી.

ગંભીર ફોજદારી કેસો માટે માપદંડ:

  • પાંચ વર્ષ કે તેથી વધુની સજા સાથે શિક્ષાપાત્ર ગુના.
  • બિનજામીનપાત્ર ગુનો.
  • ચૂંટણી સંબંધિત ગુનાઓ (કલમ 171 અથવા લાંચ).
  • જાહેર તિજોરીને નુકસાનને લગતા ગુનાઓ.
  • હુમલો, હત્યા, અપહરણ અને બળાત્કાર સંબંધિત ગુનાઓ.
  • લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (કલમ 8) માં ઉલ્લેખિત ગુનાઓ.
  • ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો.
  1. ઝારખંડના ચતરા સંસદીય ક્ષેત્રમાં ક્યારેય જાતિ આધારિત મતદાન થયું નથી - Loksabha Election 2024
  2. લોકસભા ચૂંટણી 2024નો ફેઝ 1: સાયલન્ટ પીરિયડ્સ, બેઠકો, ઉમેદવારો - વાંચો એક નજરમાં તમામ હકીકતો - Lok Sabha Election 2024 Phase 1

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.