હૈદરાબાદ: આજે 17 જૂન છે, અને સંપૂર્ણ ભારત આ દિવસે ઈદની ઉજવણી કરશે. ઈસ્લામિક કેલેન્ડરની ધુ-અલ-હિજ્જાની 10મીએ વિશ્વભરના મુસ્લિમો દ્વારા ભારે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. અને આ વર્ષે આ તહેવાર 17મી જૂનના રોજ ઉજવવામાં આવશે. વર્ષની આ ઈદને બકરીદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત દેશ હંમેશાથી સંસ્કૃતિક વિવિધતા ધરાવતું રહ્યું છે. આથી અહીંના દરેક સ્થળોમાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો દેખાઈ આવે છે. તો આજે ઈદના પર્વ નિમિત્તે ગુજરાતમાં મુઘલ તેમજ ઈસ્લામિક શાસન કલ દરમિયાન બનાવેલ મસ્જિદો વિશે જાણીએ જે આજે પણ સમૃદ્ધ ઈસ્લામિક વરસની યાદ આપવે છે.
તો ચાલો જાણીએ ગુજરાતનાં એ પ્રખ્યાત 10 મસ્જિદો વિશે:
1. જામા મસ્જિદ, અમદાવાદ
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદએ 1424માં મુઘલ સમ્રાટ અહેમદ શાહ દ્વારા બનાવવામાં આવેલી હતી. અમદાવાદની આ જામા મસ્જિદ ભારતીય ઉપખંડની સૌથી મોટી મસ્જિદ હોવાનું માનવામાં આવે છે આ મસ્જિદ શહેરના વચ્ચોવચ આવેલી જૂનાઅમદાવાદમાં જોવા મળે છે. જય આસપાસ વ્યસ્ત વ્યવસાયિક વિસ્તારો તેમજ બજાર આવેલું છે. અહી કિલ્લાની ચારે બાજુ મોત મોત સ્તંભો આવેલા છે અને પ્રાર્થના સભામંડપ છે. ધાર્મિક વિધી કરવા તેમજ હાથ પગ ધોવા માટે વચ્ચેના ભાગમાં એક નાની પાણીની ટાંકી છે. મસ્જિદની પશ્ચિમમાં અહેમદ શાહ, તેમના પુત્ર અને તેમની પૌત્રની સમાધિઓ છે. થોડે દૂર રાણીનો હજીરો, રાજવંશની રાણીઓ અને પત્નીઓની સમાધિઓ આવેલી છે. જામા મસ્જિદએ મુસ્લિમો માટે પ્રાર્થનાનું મુખ્ય સ્થળ છે.
2. ઝુલ્તા મિનારા અથવા સીદી બશીર મસ્જિદ, અમદાવાદ
ઝૂલતા મિનારા એ એક શ્રેષ્ઠ આર્કિટેક્ટ્સ અને એક અજયબી જ છે. આ મિનારા કેમ ઝૂલે છે તે એક રહસ્ય જ છે. અહીં જ્યારે એક મિનારાને હલાવવામાં આવે છે ત્યારે બીજો વાઇબ્રેટ થવા લાગે છે, જોકે બંને વચ્ચેનો જોડતો માર્ગ કંપન-મુક્ત રહે છે; આ કંપનનું કારણ શું છે તે અજ્ઞાત છે. અમદાવાદમાં આ ઝૂલતા મિનારાની બે જોડી છે, જે એક સારંગપુર દરવાજાની સામે અને બીજી કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારની નજીક આવેલી છે. સારંગપુર દરવાજા પાસેની એક સીદી બશીર મસ્જિદની નજીકમાં છે જે 1452 એડીમાં સુલતાન અહેમદ શાહના ગુલામ સીદી બશીર દ્વારા બનાવવામાં આવી હતી. તેઓ કોતરણી કરેલી બાલ્કનીઓ સાથે ત્રણ માળની ઊંચાઈ ધરાવે છે. રેલ્વે સ્ટેશનની નજીકના મિનારાનો બીજો સમૂહ ઊંચાઈમાં ઊંચો છે. જો કે, આ ખૂબ સારી સ્થિતિમાં નથી કારણ કે એવું માનવામાં આવે છે કે અંગ્રેજોએ સ્પંદનોના કારણને સમજવા માટે તેને તોડી પાડ્યા હતા. તેઓ એન્જિનિયરિંગને ઉકેલી શક્યા ન હતા અને તેમને તેમની મૂળ સ્થિતિમાં પાછા મૂકવું શક્ય ન હતું. મિનારાઓ ધ્રૂજતા કે કંપતા હોવાના પ્રદર્શનો હવે હાથ ધરવામાં આવતાં નથી.
3. સીદી સૈયદ જાલી, અમદાવાદ
સિદી સૈયદની જાળી તરીકે જાણીતી મસ્જિદ 1572-73 એડીના સમયમાં સિદી સૈયદએ બનાવી હતી. અને આ જ વર્ષે મુઘલોએ ગુજરાત પર વિજય મેળવ્યો હતો. સૈયદ આફ્રિકન વંશના એબિસિનીયન સંત હતા જેમણે અહેમદ શાહની સેનામાં સેવા આપી હતી. તેઓ સંસ્કૃતિ અને દેખાવમાં અલગ એવા સમુદાયમાંથી આવતા હતા અને આજે પણ તેમના આ સાંસ્કૃતિની ઝાંખી અમદાવાદ જોવા મળે છે.
4. રાની સિપ્રીની મસ્જિદ, અમદાવાદ
રાની સિપ્રીની મસ્જિદ અમદાવાદની શહેરમાં સ્થિત શહેરના અમૂલ્ય રત્નો પૈકીનું છે. આ મસ્જિદ રાણી સિપ્રીએ 1514માં બંધાવ્યું હતું. આસ્ટોડિયા દરવાજા પાસે સ્થિત છે, અહીં રાણીના દફન કરેલા અવશેષો પણ છે. તમને જણાવી દઈએ કે, રાણી સિપ્રી એક હિંદુ સરદારની પુત્રી હતી જેણે અહેમદ શાહના એક પુત્ર સાથે લગ્ન કર્યા હતા. તે સમયે આંતર-ધાર્મિક લગ્નો સામાન્ય ગણાતા હતા અને શાસકો દ્વારા બાંધવામાં આવેલા આવા ઐતિહાસિક સ્થળો હિન્દુ, જૈન અને ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના વિલીનીકરણને પ્રતિબિંબિત કરે છે.
5. સરખેજ રોજા, અમદાવાદ
શેખ અહેમદ ખટ્ટુ ગંજ બખ્શ 1411 થી 1442માં તેમના મૃત્યુ સુધી ગુજરાત સલ્તનતના શાસક અહમદ શાહ Iના મિત્ર અને સલાહકાર હતા. બખ્શ તેમના જીવનના છેલ્લા કેટલાક વર્ષોમાં સરખેજમાં નિવૃત્ત થયા અને તેમના મૃત્યુબાદ શેખ બખ્શ માટે મકબરો બનાવવામાં આવ્યો જે 1451માં પૂર્ણ થયો હતો. પછીના સુલતાન, મહમૂદ બેગડાએ કબરની આસપાસ સરખેજ તળાવ બનાવીને તેનું વિસ્તરણ કર્યું. ઉપરાંત બક્ષની કબરની સામે જ પોતાના અને તેના પરિવાર પુત્ર મુઝફ્ફર શાહ બીજા અને તેમની રાણી રાજબાઈને અહીં દફનાવવામાં આવ્યા છે.
6. બોહરા હજીરા, જામનગર
બોહરા, એ એક વેપારી સમુદાય છે. ગુજરાતમાં આ સદમુંડે ખૂબ મહત્વપૂર્ણ હાજરી ધરાવે છે અને તેમના નામે ઓળખાતી એવી મસ્જિદ એટલે જામનગરમાં બોહરા હજીરા. આ મુસ્લિમ સંતન નામે સમર્પિત છે. જામનગર રોડ પર સ્થિતઆ મસ્જિદ સફેદ આરસપહાણથી બનાવમાં આવ્યું છે. આ આરસપહાણ પર જટિલ કોતરણીઓ કરવામાં આવી છે ઉપરાંત અહીનું વાતાવરણ પણ ખૂબ શાંતિ અને સંવાદિતાનું છે.
7. જુની મસ્જિદ ઘોઘા, ભાવનગર
જુની મસ્જિદ અથવા બરવાડા મસ્જિદ એ ભારતની સૌથી જૂની મસ્જિદ હોવાનું કહેવાય છે, પરંતુ આ દાવો વિવાદિત છે. એવું કહેવામાં આવે છે કે, આ મસ્જિદ AD 629માં બનાવવામાં આવી હતી. આ મસ્જિદ ખૂબ નાની એવી 15 ફૂટ x40ફૂટ માપની છે. અહીની અનોખી વાત એ છે કે, અહીં કિબલા કાબાને બદલે જેરૂસલેમ તરફ છે. યરૂશાલેમની પ્રાર્થના કરવાનીઆ એક પ્રાચીન પરંપરા હતી, જે પયગંબર મુહમ્મદના સમયની હતી. જો કે, સાક્ષાત્કાર બાદ, તેણે તમામ વિશ્વાસુઓને નમાઝ માટે ફક્ત કાબાની સામે જોવાનું કહ્યું હતું.
8. શાહઆલમ દરગાહ, અમદાવાદ
શાહઆલમ દરગાહને રસુલાબાદ દરગાહ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કાંકરિયા નજીક શાહઆલમ વિસ્તારમાં સ્થિત કબરોનું એક સંકુલ છે. શાહઆલમ એ મખદૂમ જહાનિયાં જહાંગશ્તના પુત્ર હતા. જેમણે અહેમદ શાહ Iના દરબારમાં કામ કર્યું હતું. તેમની માન આપવા એક મસ્જિદ બનાવી હતી. દરરોજ સેંકડો ભક્તો મસ્જિદમાં અને તેમની સમાધિ પર સંતને પ્રાર્થના કરવા આવે છે. અહીં એવી પરંપરા છે કે જો કોઈની ઈચ્છા હોય, તેણે એક પથ્થર ઉપાડવો પડશે. જો તે સફળ થશે તો તેની ઈચ્છા પૂરી થશે એવી માન્યતા છે.
9. હઝરત પીર મહંમદ શાહ દરગાહ, અમદાવાદ
પીર મુહમ્મદ શાહ ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન રહેતા હતા. ઉપરાંત તેઓ સૂફીવાદનું પાલન કરતા હતા. તેમની યાદમાં સંકુલમાં એક પુસ્તકાલયની સ્થાપના કરી હતી. અહીં તેમની સમાધિની મુલાકાત લોકો દ્વારા કરવામાં આવી હતી જેઓ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે અહીં પ્રાર્થના કરે છે.
10. ભડિયા હઝરત શહીદ પીર અહેમદ શાહ બુખારી દરગાહ
ભડિયાદ અમદાવાદથી 130 કિમીના અંતરે આવેલું એક નાનકડું ગામ છે. અને ત્યાં આવેલા મસ્જિદ તે ગુજરાતના મુસ્લિમોનું મનાતું તીર્થસ્થાન છે.