ETV Bharat / bharat

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન NEET પરીક્ષાને લઈને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને મળ્યા - NEET UG 2024 - NEET UG 2024

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનએ NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, "બાળકોના ભવિષ્ય સાથે રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં" વાંચો સંપૂર્ણ સમાચાર.. Union Education Minister Dharmendra Pradhan

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનએ NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને મળ્યા
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનએ NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને મળ્યા (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 7:38 PM IST

નવી દિલ્હીઃ NEET પરીક્ષાને લઈને વિવાદ ખતમ જ થઈ રહ્યો નથી. હવે આ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન NEET પરીક્ષાને લઈને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા. તેમના તરફથી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, સરકાર પારદર્શક પ્રક્રિયા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

ધર્મેન્દ્ર પ્રધાને ઉમેદવારોને ખાતરી આપી: NEET UG 2024 ની પરીક્ષાના પરિણામો અંગે ધર્મેન્દ્ર પ્રધાને ઉમેદવારોને ખાતરી આપી હતી કે, કોઈપણ ને બાળકોના ભવિષ્ય સાથે, તેની કારકિર્દી સાથે રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર જે પણ જરૂરી પગલાં ભરવાના હશે તે સરકાર પૂર્ણ કરશે. આ સંદર્ભમાં, ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, "હું પરીક્ષાર્થીઓને ખાતરી આપવા માંગુ છું કે, કોઈપણ બાળકના ભવિષ્ય સાથે છેડછાડ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, આ કેસ સાથે જોડાયેલા તથ્યો સુપ્રીમ કોર્ટના સંજ્ઞાનમાં છે. કોર્ટની સૂચના મુજબ જે પણ જરૂરી પગલાં ભરવાના હશે તે સરકાર પૂર્ણ કરશે. NEET કાઉન્સેલિંગ શરૂ થવાનું છે, અને હવે મૂંઝવણમાં પડ્યા વિના આ દિશામાં આગળ વધવાની જરૂર છે.

તમને જણાવી દઈએ કે, શિક્ષણ મંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે મીડિયાને કહ્યું હતું કે, NEET-UGનું કોઈ પેપર લીક થયું નથી. તેમણે ઉમેદવારોને ખાતરી આપી કે, આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયું હતું.

  1. લ્યો બોલો ! NEET-UG પરીક્ષા ફરી લેવાશે, કથિત ગેરરીતિની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી - NEET UG 2024 RESULT HEARING
  2. 1500 વિદ્યાર્થીઓને ગ્રેસ નંબર આપવા સામે વાંધા અરજી, હવે શું કરશે વિદ્યાર્થીઓ જાણો - neet ug exam petition in sc

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.