ETV Bharat / bharat

HR ટીમે તો ભારે કરી ! મેનેજરનો બાયોડેટા જ રિજેક્ટ કર્યો, જાણો આગળ શું થયું? - TECH MANAGER

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

ટેક ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા એક મેનેજર ડેવલપરને હાયર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેને ત્રણ મહિના સુધી કોઈ ઉમેદવાર મળ્યો ન હતો. TECH MANAGER

મેનેજરનો બાયોડેટા નકારવામાં આવ્યો
મેનેજરનો બાયોડેટા નકારવામાં આવ્યો (Getty Images)

નવી દિલ્હી: નોકરીની શોધ ઘણીવાર એક કઠોર લડાઇની જેમ મહેસૂસ થાય છે. જેમાં અગણિત ઉમેદવારો આવેદન જમા કરાવે છે. આમાંથી કેટલા ઉમેદવારો એવા પણ હોય છે જેને કંપની તરફથી કોઇ જવાબ નથી મળતો. આને લઇને એવો જ એક મામલો સામે આવ્યો છે. જેમાં મેનેજરે આખી HR ટીમને બરતરફ કરી હતી.

ખરેખર, મેનેજરે તેની જ કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી. આ સમય દરમિયાન ઓટોમેટેડ સિસ્ટમે ભૂલથી તેમની પોતાની સહિતની નોકરીની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. આ પછી મેનેજરે સમગ્ર HR ટીમને બરતરફ કરી દીધી હતી. મેનેજરે આ ચોંકાવનારી ભૂલને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર શેર કરી છે.

ત્વરિત અસ્વીકાર વિશે નોકરી શોધનારની ફરિયાદના જવાબમાં, મેનેજરે તેમના અનુભવની વિગતવાર માહિતી આપી અને કહ્યું કે, તેમને અને નોકરી શોધનાર બંનેને બરાબર 10:56 વાગે રિજેક્શનના ઈમેઈલ મળ્યા હતા, જેણે તેમને સમીક્ષા પ્રક્રિયા પર શંકા કરી હતી. મેનેજરે કહ્યું, "એચઆરની ઓટોમેટેડ રિજેક્શન સિસ્ટમથી મને ગુસ્સો આવ્યો, કારણ કે 3 મહિનામાં અમને એક પણ લાયક ઉમેદવાર મળ્યો નથી."

એક અણધાર્યો પ્રયોગ; મેનેજરે સમસ્યાના તળિયે જવા માટે વધુ તપાસ કરવાનું નક્કી કર્યું હતું. તેણે કહ્યું કે, "મેં એક નવો ઈમેલ બનાવ્યો અને તેમને નકલી નામ સાથે મારા CVનું સંશોધિત સંસ્કરણ મોકલ્યું હતું," મેનેજરે વધુમાં જણાવ્યું હતું કે, તેને પણ તેની યોગ્યતાની કોઈપણ માનવીય સમીક્ષા વિના આપમેળે નકારી કાઢવામાં આવ્યો હતો. આ પછી HR ટીમને કાઢી મૂકવામાં આવી હતી.

સોફ્ટવેર કુશળતા ધરાવતા ઉમેદવારોની શોધ: ટેક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા મેનેજર ડેવલપર્સને કામ પર રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ HR વિભાગે ખોટી સોફ્ટવેર કુશળતા ધરાવતા ઉમેદવારોને શોધવા માટે ઓટેમેટેડ સિસ્ટમ સેટ કરી હતી. તેઓ એક AngularJS ડેવલપર શોધી રહ્યા હતા. તેઓે કહ્યું કે, "તે ખરેખર ગુસ્સો કરવા લાયક હતું. મને સતત કહેવામાં આવતું હતું કે તેમની પાસે એવા ઉમેદવારો છે જેમની પાસે સ્ક્રીનીંગ પ્રક્રિયા પાસ કરી હતી. જે ખોટા હતી."

લોકોએ કર્યા કોમેન્ટ: આ ઘટના પર લોકોનું ધ્યાન એ સમયે ખેંચ્યું હતું જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે આ સ્ટેટસ પર કોમેન્ટ કરવા માટે ઉમટી પડ્યા હતા. કોમેન્ટમાં ભરતી કરવા વાળી ટીમને આળસુ કહેવાથી લઇને મેનેજર સાથે એકતા પણ વ્યક્ત કરી. એક યુઝરે કહ્યું, "આ કારણે જ સ્વયંસંચાલિત સિસ્ટમોએ ક્યારેય માનવ નિર્ણયને બદલવો જોઈએ નહીં," જ્યારે બીજાએ ટિપ્પણી કરી, "એચઆરએ વધુ સતર્ક રહેવું જોઈએ, તે કંપની માટે શરમજનક છે."

આ પણ વાંચો:

  1. રામ રહીમે ફરી 20 દિવસના પેરોલની માંગ કરી, મુખ્ય ચૂંટણી અધિકારીએ સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી - Ram Rahim Parole
  2. કાર બરાબર ચલાવવાનું કહેતા કોન્સ્ટેબલ પર ભડક્યો ચાલક, કોન્સ્ટેબલને ટક્કર મારીને 10 મીટર સુધી ખેંચી જતાં મોત - Road Rage Incident in Delhi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.