મુંબઈઃ જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝ લિ.એ પોતાની "જિયોફાઈનાન્સ" એપના βeta વર્ઝનને લોન્ચ કર્યુ છે. આ એપ સીમલેસ ડિજિટલ બેન્કિંગ, UPI ટ્રાન્ઝેક્શન્સ, બિલ સેટલમેન્ટ, ઈન્શ્યોરન્સને લગતી બાબતો વગેરેને સાંકળી લે છે. નેવિગેશન માટે ડિઝાઈન કરાયેલી "જિયોફાઈનાન્સ" એપ નાણાંકીય ટેકનોલોજી સાથે પરિચિતતાના તમામ લેવલ યુઝર્સને પૂરા પાડશે. આ એપ રોજિંદા નાણાકીય તેમજ ડિજિટલ બેન્કિંગ વ્યવહારો માટે અત્યાધુનિક પ્લેટફોર્મ હોવાનું કંપની પ્રવક્તાએ જણાવ્યું હતું.
યુઝર ફ્રેન્ડલી ઈન્ટરફેસઃ જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝ લિ.ના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, લોન્ચ કરવામાં આવેલ જિયોફાઈનાન્સ એપનું βeta વર્ઝન યુઝર ફ્રેન્ડલી ઈન્ટરફેસ ધરાવે છે. આ વર્ઝનમાં એકાઉન્ટ્સ અને સેવિંગ્સ વગેરે એકસાથે ચેક કરી શકાય છે. ઝંઝટમુક્ત નેવિગેશન માટે ડિઝાઈન કરાયેલી "જિયોફાઈનાન્સ" એપ નાણાંકીય ટેકનોલોજી સાથે પરિચિતતાના તમામ લેવલ યુઝર્સને પૂરા પાડશે. જેનાથી નાણાંનું સંચાલન આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.
યુઝર ફીડબેકઃ "જિયોફાઈનાન્સ" હંમેશા વિશ્વાસ, સંલગ્નતા અને પારદર્શિતાને પ્રાથમિકતા અને સતત સુધારા માટે યુઝર ફીડબેક લે છે. આના મહત્ત્વના ફીચર્સમાં ઈન્સ્ટન્ટ ડિજિટલ એકાઉન્ટ ખોલવા તેમજ "જિયો પેમેન્ટ્સ બેંક એકાઉન્ટ" ફીચર વડે સરળ બેંક સંચાલનની સુવિધાનો સમાવેશ થાય છે. જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝ લિ.એ પોતાની "જિયોફાઈનાન્સ" એપના βeta વર્ઝનને લોન્ચ કર્યુ છે. આ એપ સીમલેસ ડિજિટલ બેન્કિંગ, UPI ટ્રાન્ઝેક્શન્સ, બિલ સેટલમેન્ટ, ઈન્શ્યોરન્સને લગતી બાબતો વગેરેને સાંકળી લે છે. આ એપ રોજિંદા નાણાકીય તેમજ ડિજિટલ બેન્કિંગ વ્યવહારો માટે અત્યાધુનિક પ્લેટફોર્મ હોવાનું કંપની પ્રવક્તાએ જણાવ્યું હતું. "જિયોફાઈનાન્સ" એપ નાણાંકીય ટેકનોલોજી સાથે પરિચિતતાના તમામ લેવલ યુઝર્સને પૂરા પાડશે. જેનાથી નાણાંનું સંચાલન આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.