ETV Bharat / bharat

Tamilisai Soundararajan Resigns : તેલંગાણા ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજનના રાજીનામાનો સ્વીકાર, લોકસભા ચૂંટણી લડવાની શક્યતા ? - Tamilisai Soundararajan Resigns

તેલંગાણા ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજનનું રાજીનામું આપ્યું હતું જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકારી લીધું હતું.પીએમ મોદી જ્યારે રાજ્યના પ્રવાસે હતાં તેમના કાર્યક્રમો વચ્ચે એકાએક આવેલા ઘટનાક્રમને લઇને અટકળો તેજ બની છે કે તેઓ લોકસભા ચૂંટણી લડવાના છે.

Tamilisai Soundararajan Resigns : તેલંગાણા ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજનના રાજીનામાનો સ્વીકાર, લોકસભા ચૂંટણી લડવાની શક્યતા ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 11:07 AM IST

હૈદરાબાદ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ડૉ. તમિલિસાઈ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું છે. જોકે રાષ્ટ્રપતિ મુર્મુએ નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના એલજીના કાર્યો ઉપરાંત, ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને નિયુક્ત કર્યા હોવાનું રાષ્ટ્રપતિભવનની યાદીમાં જણાવાયું હતું.

લોકસભા ચૂંટણી લડવાની શક્યતા : તેલંગાણાના રાજ્યપાલ ડૉ. તમિલિસાઈ સૌંદરરાજને પોતાનું રાજીનામું આપી દીધું છે અને સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર મોકલ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે તે તમિલનાડુ અથવા પુડુચેરીમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. રાજભવન તરફથી એક પ્રેસ કોમ્યુનિકેશનમાં જણાવ્યું હતું કે: “તેલંગાણાના માનનીય રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર ડૉ. શ્રીમતી તમિલિસાઈ સૌંદરરાજને તાત્કાલિક અસરથી તેમનું રાજીનામું આપ્યું છે. રાજીનામું ભારતના માનનીય રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યું છે.”

પીએમની મુલાકાત વચ્ચે રાજીનામું : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરવામાં આવેલા તેમના શેડ્યૂલ મુજબ, રાજ્યપાલે સોમવારેસવારે 10.00 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવાના હતાં, જેઓ લોકસભા ચૂંટણી પ્રચાર માટે તેલંગાણામાં છે. તે બાદ બપોરે બીજા કાર્યક્રમમાં પણ હાજરી આપવાના હતાં. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે ડો. તમિલિસાઈએ વડાપ્રધાનને વિદાય આપી હતી, જેઓ જગતિયાલમાં એક ચૂંટણી રેલીને સંબોધવાના હતાં, માત્ર રાજભવન ખાતેથી તેઓ બેગમપેટ એરપોર્ટ ગયા ન હતાં.

તમિલનાડુમાં ભાજપ માટે ચૂંટણી લડી શકે : 62 વર્ષના ડૉ. તમિલિસાઈ નવા રાજ્ય તેલંગાણાના બીજા રાજ્યપાલ અને તેલંગાણાના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતાં. તેમણે 8 સપ્ટેમ્બર, 2019 ના રોજ ચાર્જ સંભાળ્યો હતો અને થોડા મહિના પહેલા કાર્યાલયમાં ચાર વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં એક કાર્યક્રમ પણ યોજ્યો હતો. રાજકારણમાં એવી ચર્ચા છે કે તમિલનાડુમાંથી લોકસભાની ચૂંટણી લડવા માટે તમિલિસાઈએ રાજીનામું આપી દીધું તેના અંગે કોઈએ ટિપ્પણી કરી નથી. તમિલિસાઈએ સોશિયલ મીડિયા પર આ અંગે કોઈ માહિતી શેર કરી નથી. તમિલિસાઈ મૂળ તમિલનાડુનાં છે. આવી સ્થિતિમાં તમિલનાડુથી ચૂંટણી લડવાનો તેમનો વિચાર પણ સાચો પડી શકે છે. તમિલનાડુમાં પોતાના મૂળિયા મજબૂત કરવા ભાજપ માટે હજુ પણ પડકારરૂપ છે. આવી સ્થિતિમાં તમિલિસાઈ ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.

તમિલનાડુના વતની છે : આપને જણાવી દઈએ કે ડોક્ટર તમિલિસાઈ સૌંદરરાજનનો જન્મ 2 જૂન 1961ના રોજ તમિલનાડુના કન્યા કુમારી જિલ્લાના નાગરકોઈલમાં થયો હતો. ડૉ. તમિલિસાઈ સૌંદરરાજને 8 સપ્ટેમ્બર 2019 ના રોજ તેલંગાણાના રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો અને આ પદ સંભાળનાર પ્રથમ મહિલા છે. તેઓ 20 વર્ષથી વધુની નોંધપાત્ર જાહેર અને સામાજિક સેવા પૃષ્ઠભૂમિ ધરાવે છે. છેલ્લા બે દાયકામાં તેમની પ્રખ્યાત રાજકીય કારકિર્દી પણ છે, જ્યાં તેમણે નોંધપાત્ર સિદ્ધિઓ સાથે રાજકીય પક્ષના રાજ્ય એકમનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે.

  1. ED Claim K Kavita Conspired : દિલ્હી એક્સાઇઝ ડ્યૂટી કેસમાં નવો વળાંક, ઈડીનો કે કવિતા પર મોટો આરોપ
  2. CWC Meeting For Manifesto : કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, ચૂંટણી ઢંઢેરો અને બાકીના ઉમેદવારોના નામ નક્કી થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.