નવી દિલ્લી: આમ આદમી પાર્ટી( આપ ) ના સાંસદ સ્વાતિ માલિવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી વિભવ કુમાર સામે તેમના પર થયેલા હુમલાના આરોપોને પાયાવિહોણા ગણાવતાં બુધવારના રોજ પોતાની પાર્ટી પર નવો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે ગુંડાઓના દબાણમાં આવીને પોતાના ઘૂંટણ ટેકવી દીધા છે અને તેમના ચરિત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાનો ફોન આવ્યો: સ્વાતિ માલીવાલે આક્ષેપ કર્યો કે ' કાલે મારી ઉપર પાર્ટીના એક વરિષ્ઠ નેતાનો ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું કે, કેવી રીતે દરેકને કોઇનું દબાણ હોય છે. તેમને સ્વાતિ વિરુદ્ધ ગંદી વાતો બોલવાની છે. એના અંગત ફોટોને લીક કરીને એને તોડવાની છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,જે પણ સ્વાતિને સમર્થન કરશે તેને પાર્ટીમાંથી બહાર કરવામાં આવશે. કોઇને પ્રેસ કોન્ફરન્સ તો કોઇને ટ્વીટ કરવાની જવાબદારી આપવામાં આવી છે. કોઇનું કર્તવ્ય અમેરિકામાં બેઠેલા સ્વયંસેવકોને બોલાવવા અને મારા વિરુઘ્ઘ કંઇ બીજુ કાઢવાનો છે. આરોપીઓના નજીકના બીટ પત્રકારોની ફરજ છે કે તેઓ કેટલાક બનાવટી સ્ટિંગ ઓપરેશન કરે. તમે હજારોની ફોજ ઉભી કરી શકો છો. પણ હું તેમનો એકલા સામનો કરીશ કારણ કે સત્ય મારી સાથે છે. હું તેમનાથી નારાજ નથી. આરોપી ખૂબ તાકાતવર માણસ છે. મોટા મોટા નેતાઓ તેમનાથી ડરે છે.
સ્વાતિ માલિવાલે ગણાવી સ્વાભિમાનની લડાઈ: મને એ વાતનું દુ:ખ છે કે, દિલ્હીની મહિલા મંત્રી હાસ્યાસ્પદ રીતે પાર્ટીની એક મહિલા સાથીદારના ચરિત્રને કલંકિત કરી રહી છે. મેં મારા સ્વાભિમાનની લડાઈ શરૂ કરી છે, જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતી રહીશ. આ લડાઈમાં હું સંપૂર્ણપણે એકલી છું પણ હાર નથી માની! ” એવું સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારને મુંબઈથી પરત લાવી હતી, જ્યાં એક દિવસ પહેલા તેના iPhoneમાંથી ડેટાની શોધ દરમિયાન લઈ જવામાં આવ્યો હતો.
ધરપકડ પહેલાં આઇફોન ફોર્મેટ કર્યો: દિલ્હીના મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના સંબંધમાં કુમાર પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે. મંગળવારે કુમારને તેના ફોનમાંથી ડેટા શોધવા માટે મુંબઈ લઈ જવામાં આવ્યો હતો, જે તેણે ધરપકડ પહેલાં કથિત રીતે ફોર્મેટ કર્યો હતો.