ETV Bharat / bharat

સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશ યાત્રા પર, સૌથી વધુ સ્પેસવોક કરવાનો રેકોર્ડ - Sunita Williams in Starliner - SUNITA WILLIAMS IN STARLINER

નાસા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બોઈંગ સ્ટારલાઈનરનું પ્રથમ ક્રૂ મિશન ISS તરફ આગળ વધી રહ્યું છે. તે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને વહન કરે છે. સુનિતા વિલિયમ્સ, સ્ટારલાઇનર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, ISS. Sunita Williams in Starliner

સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશ યાત્રા પર
સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશ યાત્રા પર (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 1:02 PM IST

વોશિંગ્ટન: બોઇંગ સ્ટારલાઇનરનું પ્રથમ ક્રૂ મિશન સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન- ISS તરફ આગળ વધી રહ્યું છે. તે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને વહન કરે છે. નાસા દ્વારા ગુરુવારે આ માહિતી આપવામાં આવી હતી. નાસાના અવકાશયાત્રીઓને લઈ જતી આ સ્પેસ કેપ્સ્યુલ ગુરુવારે રાત્રે 9:45 વાગ્યા સુધીમાં ઓર્બિટીંગ સ્પેસ લેબોરેટરીઝમાં પહોંચે તેવી શક્યતા છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્ટારલાઈનર સ્પેસ સ્ટેશન હાર્મની મોડ્યુલ પર ડોક કરશે.

બે વખત અવકાશમાં જઈ ચુકી છે: નાસા દ્વારા સુનીતાને 1998માં અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. અત્યાર સુધી તે બે વખત અવકાશમાં જઈ ચુકી છે. આ ત્રીજી વખત છે જ્યારે સુનીતા અવકાશ યાત્રા પર ગઈ છે. અમેરિકન સ્પેસ એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી છે કે, અત્યાર સુધી સુનિતા વિલિયમ્સે કુલ 50 કલાક અને 40 મિનિટમાં સૌથી વધુ સ્પેસવોક કરવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. અગાઉ પેગી વ્હીટસને 10 સ્પેસવોક સાથે તેને પાછળ છોડી દીધી હતી.

કુલ 322 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા: સુનીતાએ યુએસ નેવી કેપ્ટનનું પદ પણ સંભાળ્યું છે અને અત્યાર સુધી તેણે કુલ 322 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા છે. સ્ટારલાઈનર મિશનનો હેતુ ભવિષ્યના નાસા મિશન માટે અવકાશયાત્રીઓ અને કાર્ગોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં લઈ જવાનો છે. આ સ્પેસ ફ્લાઇટનો હેતુ એ સાબિત કરવાનો પણ છે કે અવકાશયાન આસાનીથી આયોજનબદ્ધ રીતે સ્પેસ સ્ટેશન પર જઈ શકે છે. ISS, સુનિતા વિલિયમ્સ, સ્ટારલાઇનર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, iss.

સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશ યાત્રા પર
સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશ યાત્રા પર (Etv Bharat)
  1. EDએ ​​હૈદરાબાદમાં આઠ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું, સંબંધિત દસ્તાવેજો કરાયા જપ્ત - ED conducted search operation
  2. 8 જૂને PM મોદીનો શપથ ગ્રહણ સમારોહ, વિશ્વના દિગ્ગજ નેતાઓને મોકલાયા નોતરા - PM MODI OATH CEREMONY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.