મુંબઈ: બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર રવિવારે સવારે 6 વાગ્યે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન 9 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જણાય છે. સ્ટેશન પર હાજર રેલવે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તેમજ ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
BMC અનુસાર, બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર ભીડને કારણે મચેલી નાસભાગમાં 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર જાહેર થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નાસભાગ બાદ ઘણા લોકો પ્લેટફોર્મ પર બેભાન થઈને પડ્યા હતા. સાથે જ પોલીસકર્મીઓ પણ ઘાયલોને લઈ જતા જોવા મળ્યા હતા. સ્ટેશન પર હાજર લોકો પણ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં મદદ કરતા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં જૂતાં અને ચપ્પલ વેરવિખેર પડ્યાં હતાં.
#WATCH | Maharashtra | Visulas from Bandra Terminus where 9 people have been injured in a stampede due to a rush on platform number 1 of the Terminus Injured passengers have been shifted to a hospital: BMC pic.twitter.com/PccL3kjhp2
— ANI (@ANI) October 27, 2024
Maharashtra | Due to rush on platform number 1 of Bandra Terminus, 9 people have been injured in a stampede. Injured passengers have been shifted to a hospital: BMC
— ANI (@ANI) October 27, 2024
જણાવવામાં આવી રહ્યું છે કે, બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં ભીડ હતી. ટ્રેનમાં ચડતી વખતે અરાજકતા સર્જાઈ હતી. ઘાયલો પૈકી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે તહેવારને કારણે આ દિવસોમાં ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. આજે રવિવાર હોવાથી ભીડ વધુ વધી ગઈ હતી. લોકો તહેવાર મનાવવા માટે તેમના ઘરે જઈ રહ્યા છે, જેના કારણે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે, ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે રેલવે દ્વારા ઘણા મોટા પગલા લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: