રાજસ્થાન : બારા જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચકચારી હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક પુત્રએ ધારદાર હથિયાર વડે પોતાના જ માતા-પિતાની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને આ અંગે જાણ કરીને સરેન્ડર કર્યું હતું.
ચકચારી હત્યા : આ બનાવ અંગે માહિતી મળ્યા બાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. FSL અને ડોગ સ્કવોડ ઉપરાંત MOB ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. હાલમાં આ હત્યા પાછળનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી. પરંતુ મામલો માતા-પિતા સાથેના પૈસાના વિવાદ સાથે જોડાયેલો છે.
હત્યારો પુત્ર : પોલીસ અધિક્ષક રાજકુમાર ચૌધરીએ જણાવ્યું કે, આરોપી ગજેન્દ્ર ગૌતમ નાકોડા કોલોનીનો રહેવાસી છે. તે પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને કહ્યું કે તેણે તેના માતા-પિતાની હત્યા કરી છે. મૃતકનું નામ પ્રેમ બિહારી ગૌતમ અને તેની પત્ની દેવકીબાઈ છે. બંને તેમના પુત્ર ગજેન્દ્ર ગૌતમ સાથે રહેતા હતા. તે મૂળ અટરુ જિલ્લાના સકતપુરાનો રહેવાસી હતા. તેમનો નાનો પુત્ર રિદ્ધિકા કોલોનીમાં અલગ મકાનમાં રહે છે. ગજેન્દ્ર પ્રોપર્ટી ડિલરને ત્યાં ક્લાર્ક તરીકે કામ કરે છે.
હત્યા કરવાનું કારણ ? SP ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેના માતા-પિતાનો ગજેન્દ્ર ગૌતમ સાથે પૈસાને લઈને સતત વિવાદ થતો હતો. તે વૃદ્ધ દંપતી પાસે પૈસાની માંગ કરતો રહ્યો. પ્રેમ બિહારી ગૌતમ નિવૃત્ત ગ્રામ સેવક હતા. આવી સ્થિતિમાં તેમને પેન્શનના પૈસા મળતા હતા. જેના કારણે તેમની હત્યા કરવામાં આવી હતી. કેસની તપાસ ચાલી રહી છે.
આરોપીએ કહ્યું સરેન્ડર : પોલીસનું કહેવું છે કે બનાવના સમયે ગજેન્દ્ર એકલો હતો અથવા તેમની પત્ની અને બાળકો પણ ત્યાં હાજર હતા, આ હજી સ્પષ્ટ નથી. આ અંગે માહિતી મળતા જ પોલીસ અધિક્ષક રાજકુમાર ચૌધરી, એડિશનલ SP રાજેશ ચૌધરી, DSP બારા ઓમેન્દ્રસિંહ શેખાવત અને CI રામવિલાસ મીણા ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થળનું નિરીક્ષણ કર્યું. પોલીસે પાડોશીઓ અને પરિવારના સભ્યોના નિવેદન પણ લીધા છે. આરોપી ગજેન્દ્ર પોલીસ કસ્ટડીમાં છે. તેની પૂછપરછ ચાલી રહી છે.