નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની અરજીને નકારી કાઢી છે. આ અરજીમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શૈક્ષણિક યોગ્યતા ઉપર કથિત રીતે ટિપ્પણીને લઈને માનહાનિના મામલે કોર્ટ દ્વારા હાજાર રહેવા માટેના ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.
ન્યાયમૂર્તિ ઋષિકેશ રૉય અને ન્યાયમૂર્તિ એસ.વી.એન. ભટ્ટીની બેન્ચે જણાવ્યું હતું કે, સર્વોચ અદાલતની એક અલગ બેન્ચે આ મામલે 8 એપ્રિલના રોજ સંજય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
બેન્ચે વધુમાં કહ્યું કે, આપણે એકસરખો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. ગુજરાત હાઇકોર્ટે 16 ફેબ્રુઆરીના રોજ સિંહ અને કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી, આ અરજીમાં તેમના વિરુદ્ધ બહાર પાડવામાં આવેલ હજાર રહેવાની નોંધને રદ્દ કરવાની માંગ કરી હતી. બંને રાજકારણીઓ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા આ મામલે ટ્રાયલ કોર્ટ દ્વારા હાજાર રહેવા માટે જારી કરેલ નિર્ણય તેમજ અનુગામી આદેશો માટે પણ હાજાર રહેવા માટેની રિવિઝન અરજીઓ ફગાવી દેવામાં આવી છે.
આ પણ વાંચો: