નવી દિલ્હી/ ગાઝિયાબાદ: દિલ્હી- ગાઝિયાબાદ બોર્ડર પર સમાજવાદી પાર્ટી (સપા)ના સાંસદોના એક જૂથને રોકવામાં આવ્યા હતા. જેના કારણે રાજકીય હલચલ વધી ગઇ છે. સાંસદ હરેન્દ્રસિંહ મલિક, જિયા ઉર્ર રહેમાન બર્ક સહિત અન્ય નેતાઓને પોલીસે અટકાયત કરી છે. સપા નેતાઓએ સંભલ જવાની જિદ પકડી છે. જ્યારે પોલીસે હાઇવે પર કડક ચેકિંગ શરુ કર્યું હતું.
પોલીસને રોકતા સાંસદ હરિન્દ્રસિંહ મલિકે ACPની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમને રોકવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે, અધિકારીઓ અમારી સાથે વાત કરશે. પ્રોટોકોલ મુજબ, સંસદ સભ્યને કેબિનેટ સેક્રેટરીથી ઉપર હોવા જોઇએ, અમને ACPથી વાત કરવાથી રોકવામાં આવી રહ્યા છે."
સંભલમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ: તમને જણાવી દઈએ કે, રવિવાર 24 નવેમ્બર 2024 ના રોજ થયેલ હિંસા પછી શાંતિ વ્યવસ્થાને સ્થાપિત કરવા માટે સંભલ જિલ્લા પ્રશાસને બહારના લોકોના પર પ્રવેશ પર 10 ડિસેમ્બરના રોજ પ્રતિબંધ મૂક્યો છે. સંભલના જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પેસિયાના જણાવ્યા અનુસાર, બહારનો વ્યક્તિ, કોઇ સામાજિક સંસ્થા કે જનપ્રતિનિધિ જિલ્લાની સીમામાં અધિકારીની પરવાનગી વગર 10 ડિસેમ્બર સુધી પ્રવેશી શકશે નહી.
સંભલના સપા સાંસદ ઝિયાઉર રહેમાને કહ્યું કે, આ ઘટના એક ષડયંત્રના ભાગરૂપે બની છે. તેમણે કહ્યું કે, "સપાએ સંભલ હિંસાની તપાસ માટે એક પ્રતિનિધિમંડળની રચના કરી છે. અમને અહીં રોકવું ખોટું છે. મારા પર ભડકાઉ ભાષણ આપવાના આરોપો પાયાવિહોણા છે. પ્રશાસને આ સંબંધમાં એક વીડિયો આપવો જોઈએ."
સપાના સાંસદ મોહિબુલ્લા નદવીએ કહ્યું, "બંધારણે અમને આઝાદી આપી છે કે, અમે ત્યાં જઇ શકીએ, ત્યાંના લોકોના સુખ દુ:ખમાં ભાગીદાર બનીએ, ત્યારે અમને સંભલ જવાથી રોકવામાં આવ્યા છે જે પૂરી રીતે ખોટું છે."
જાણો ACPએ શું કહ્યું
પ્રતિનિધિમંડળને રોકવાનો હેતુ તેમને જાણ કરવાનો હતો કે, સંભલમાં પ્રતિબંધિત આદેશો અમલમાં છે. પ્રતિનિધિમંડળને અટકાવવામાં આવ્યું ન હતું, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમને સંભલ જવાની પરવાનગી નથી. - સ્વતંત્ર કુમાર સિંહ, ACP, ઈન્દિરાપુરમ
હાલ ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે. સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિમંડળમાં હાજર તમામ સાંસદો દિલ્હી પરત ફર્યા છે. ACP સ્વતંત્ર કુમાર સિંહે કહ્યું છે કે, પ્રતિનિધિમંડળના તમામ લોકોને દિલ્હી પરત ફરવાની વાત કહી છે.
આ પણ વાંચો: