ETV Bharat / bharat

સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 કોચ પાટા પરથી ઉતર્યા, વારાણસીથી અમદાવાદ આવી રહી હતી ટ્રેન, કોઈ જાનહાની નહીં - Sabarmati Express train - SABARMATI EXPRESS TRAIN

છેલ્લાં કેટલાંક દિવસોથી દેશમાં રેલ દૂર્ઘટનાઓમાં વધારો થયો છે, ત્યાં વધુ એક ટ્રેન દૂર્ઘટનાના સમાચાર મળી રહ્યાં છે. જાણવા મળતી વિગત અનુસાર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો છે. Sabarmati Express derailed

સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી (ANI)
author img

By ANI

Published : Aug 17, 2024, 7:13 AM IST

Updated : Aug 17, 2024, 1:03 PM IST

કાનપુર: વારાણસીથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાય છે. કાનપુર નજીક આ દૂર્ઘટના સર્જાય છે, જેને લઈને રેલવે તંત્ર દોડતું થયું છે. સમાચાર એજેન્સી એએનઆઈ અનુસાર આ ઘટનામાં હજી સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી. તંત્રએ પણ આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થઈ હોવાની પુષ્ટ્રી કરી છે.

કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક સેક્શનમાં ટ્રેન નંબર 19168 સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી છે. હજુ સુધી ઘટનાસ્થળેથી કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી: (ANI) આ મામલે પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે, સાબરમતી એક્સપ્રેસના મુસાફરો માટે 19168 (BCY-ADI) વિશેષ રાહત ટ્રેન કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ સુધી ચલાવવામાં આવી છે. જેમાં 691 મુસાફરો સવાર છે.

કાનપુર, ઉત્તર પ્રદેશ એડીએમ સિટી રાકેશ વર્મા ઘટનાસ્થળે હાજર છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને મદદની કામગીરી ચાલી રહી છે. ટ્રેન નંબર 19168, સાબરમતી એક્સપ્રેસ કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક વિભાગમાં પાટા પરથી ઉતરી ગઈ.

ADM સિટી કાનપુર રાકેશ વર્માએ કહ્યું, "...22 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે પરંતુ કોઈને ઈજા થઈ નથી. તમામ મુસાફરોને બસો દ્વારા તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવી રહ્યા છે, મેમો ટ્રેન પણ આવી ગઈ છે. સારી વાત છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી."

ઉત્તર પ્રદેશ બસો ઘટનાસ્થળે પહોંચી અને મુસાફરોને કાનપુર લઈ ગઈ. કાનપુર સુધી મુસાફરોની સુવિધા માટે, 8 કોચ સાથેની MEMU રેક સાંજે 5:21 કલાકે સ્થળ પરથી રવાના થઈ.

આ અંગે ઉત્તર મધ્ય રેલવેના જનરલ મેનેજર ઉપેન્દ્ર ચંદ્ર જોશીએ કહ્યું, "...સાચું કારણ તપાસ પછી જાણી શકાશે, મુસાફરોને તેમના ગંતવ્ય પર લઈ જવામાં આવ્યા છે." અહીં કેટલીક બસોની વ્યવસ્થા કરી હતી...રેલ્વેની ટીમ સ્થળ પર હાજર છે...અમે રિસ્ટોરેશનનું કામ શરૂ કરી રહ્યા છીએ..."

ઉત્તર મધ્ય રેલવેના સીપીઆરઓ શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, "ટ્રેન નંબર 19168- સાબરમતી એક્સપ્રેસ, જે બનારસથી અમદાવાદ જઈ રહી હતી... કાનપુર પાસે ટ્રેનનો કેટલોક ભાગ હતો. કોચ પાટા પરથી ઉતરી ગયા...આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી...તમામ મુસાફરોને કાનપુર સ્ટેશન પર પાછા લઈ જવામાં આવ્યા હતા, આ માટે કેટલીક બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી... તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે વિશેષ ટ્રેન દ્વારા રવાના કરવામાં આવ્યા છે... કાનપુર-ઝાંસી રૂટ ખોરવાઈ ગયો છે અને આ રૂટ પરની તમામ ટ્રેનોને ડાયવર્ટ કરીને વૈકલ્પિક રૂટ પર ચલાવવામાં આવી રહી છે...”

Last Updated : Aug 17, 2024, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.