નવી દિલ્હી: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષે બુધવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સંદીપ ઘોષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કલકત્તા હાઈકોર્ટે હોસ્પિટલમાં કથિત ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના સંબંધમાં CBI તપાસના આદેશને પડકાર્યો છે. આ કેસની સુનાવણી 6 સપ્ટેમ્બરે થશે.
Former principal of Kolkata's RG Kar Medical College Sandip Ghosh moves Supreme Court against Calcutta High Court decision which ordered CBI probe into graft case against him.
— ANI (@ANI) September 4, 2024
His plea has been listed on September 6 before a bench led by Chief Justice of India DY Chandrachud.… pic.twitter.com/N3GnxOlgSJ
સંદીપ ઘોષની અરજીમાં પશ્ચિમ બંગાળ રાજ્ય, ડાયરેક્ટર, એડિશનલ ડાયરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ડિરેક્ટર સીબીઆઈ અને અન્ય બેને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આ અરજીને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ સુનાવણી માટે રજૂ કરવામાં આવશે. બેન્ચમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.
અરજીના વિષયવસ્તુથી વાકેફ સ્ત્રોતના જણાવ્યા અનુસાર, અરજદારે દાવો કર્યો હતો કે સીબીઆઈને તપાસ સોંપતા પહેલા હાઈકોર્ટે તેમનો પક્ષ સાંભળ્યો ન હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હાઈકોર્ટે હોસ્પિટલમાં બળાત્કારની ઘટનાને ભ્રષ્ટાચાર સાથે જોડતી ટિપ્પણીઓ બિનજરૂરી રીતે કરી છે.
તમને જણાવી દઈએ કે, CBIની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ 2 સપ્ટેમ્બરે ડૉ. સંદીપ ઘોષની ધરપકડ કરી હતી. કોલેજ અને હોસ્પિટલમાં કથિત ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓ માટે ઘોષની તપાસ કરવામાં આવી રહી હતી. કોલકાતા હાઈકોર્ટની સિંગલ બેંચે સીબીઆઈને આ કેસની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મંગળવારે ઘોષને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. 24 ઓગસ્ટે, કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ, CBIએ કથિત ભ્રષ્ટાચારના કેસમાં ઘોષ વિરુદ્ધ સત્તાવાર FIR દાખલ કરી. કોલકાતાના ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈની તપાસ વચ્ચે પૂર્વ સંદીપ ઘોષનું સભ્યપદ પણ સસ્પેન્ડ કરી દીધું હતું.
આ પણ વાંચો: