નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 3 દિવસની રશિયાની યાત્રા પર જવાના છે. જે દરમિયાન તેઓ રશિયાના મોસ્કોમાં મિલિટ્રી ટેક્નિકલ કો ઓપરેશન (IRIGC- M&MTC)ની 21મી બેઠકની સહ અધ્યક્ષતા કરશે. તેમની યાત્રા 8થી 10 ડિસેમ્બર વચ્ચે છે.
રક્ષા મંત્રાલયની એક ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહ અને રશિયાના રક્ષા મંત્રી આંદ્રે બેલૌસોવ 10 ડિસેમ્બરમાં મોસ્કોની બેઠકમાં સહ અધ્યક્ષતા કરશે. બન્ને નેતાઓ રક્ષાના ક્ષેત્રમાં બન્ને દેશોની વચ્ચે બહુપરીમાણીય સંબંધોની સમીક્ષા કરશે. આમાં સેનાથી સેના અને ઓદ્યોગિક સહયોગ પણ શામેલ છે.
તેઓ એકબીજાના હિતના સમકાલીન સ્થાનિય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. આ મુલાકાતના ભાગરુપે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 09 ડિસેમ્બર 2024ના રોજ યંત્ર શિપયાર્ડ, કલિનિનગાર્ડ ખાતે ભારતીય નેવીના નવીનતમ મલ્ટી રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ 'INS તુશીલ'નું પણ કમિશન કરશે.
ઘોષણામાં કહેવામાં આવ્યું કે, નેવી પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી કમિશનિંગ સમારોહ માટે રાજનાથ સિંહ સાથે રહેશે. આ ઉપરાંત રક્ષા મંત્રી બીજા વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામેલા સોવિયત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોસ્કોની 'અજ્ઞાત સૈનિકોની સમાધિ' પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તેઓ ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરશે. વિદેશ મંત્રાલય મુજબ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા વર્ષે વાર્ષિક શિખર સંમ્મેલન માટે ભારત આવવાના છે અને તેની તારીખો રાજદ્વારી માધ્યમો દ્વારા નક્કી કરવામાં આવશે.
રશિયાની સાથે અમારી વાર્ષિક શિખર બેઠકો કરીએ છીએ. છેલ્લી વાર્ષિક શિખર બેઠક મોસ્કોમાં યોજાઇ હતી. જેના માટે વડાપ્રધાન મોસ્કો ગયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આગામી સમ્મેલન આવતા વર્ષે ભારતમાં યોજવામાં આવશે. આના માટેની તારીખો રાજદ્વારી માધ્યમોથી નક્કી કરવામાં આવશે. ક્રેમલિનના સહાયક યુરી ઉશાકોવે 2 ડિસેમ્બરે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ પુતિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ભારત આવવાનું આમંત્રણ મળ્યું છે અને આ યાત્રાની તારીખો 2025ની શરુઆતમાં નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: