ETV Bharat / bharat

'ચાલો બધાના પૈસા પાછા આપો...', કોચમાં 15 રૂપિયાની પાણીની બોટલ 20માં વેચવી ભારે પડી, કેટરિંગ કંપનીને 1 લાખનો દંડ - MINISTRY OF RAILWAYS

રેલવે યાત્રી પાસેથી કેટરિંગ કંપનીના એક કર્મચારીને પાણીની બોટલના 15 રૂપિયાને બદલે 20 રૂપિયાનો ઓવર ચાર્જ લેવો ભારે પડી ગયો, જાણો વિસ્તૃત માહિતી વિસ્તારથી..

મુસાફરની ફરિયાદ પર ઓવર ચાર્જ લેતા કેટરિંગ કંપનીને દંડ
મુસાફરની ફરિયાદ પર ઓવર ચાર્જ લેતા કેટરિંગ કંપનીને દંડ (X @Ministry of Railways)
author img

By ANI

Published : Nov 23, 2024, 8:04 PM IST

Updated : Nov 23, 2024, 8:16 PM IST

હૈદરાબાદ: રેલવેને ભારતની જીવાદોરી ગણવામાં આવે છે, દેશમાં લાખો લોકો પ્રતિદિન રેલવે મુસાફરી કરે છે, જોકે, ઘણી વખત લોકોને રેલવે સ્ટેશન પર કે રેલવે કોચમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ MRP (Maximum Retail Price) કરતા વધારે ભાવે ખરીદવાનો અનુભવ થયો હશે. નિયમ અનુસાર કોઈપણ દુકાનદાર કે વિક્રેતા MRP કરતા વધારે ભાવ લઈ શકે નહીં, પરંતુ આવા નિયમોનું ઉલ્લંઘન ઘણા લેભાગું વેપારીઓ કે વિક્રેતાઓ કરતા હોય છે.

દેશના ઘણા રેલવે સ્ટેશન પર કે મુસાફરી દરમિયાન આપમાંથી ઘણા લોકોને આ પ્રકારનો અનુભવ થયો હશે અને આ બાબતે બોલવાનું ટાળ્યું પણ હશે. ઘણા લોકો એમ સમજીને ફરિયાદ કરવાનું ટાળતા હોય છે કે આપણી વાત કોણ સાંભળવાનું છે, ઘણા એમ પણ સમજી લેતા હોય છે કે બે-પાંચ રૂપિયા વધારે લઈ લીધા તો શું થયું ? પરંતુ એક યુવાનને આવો જ અનુભવ થયો અને તેણે રેલવે તંત્રને ફરિયાદ કરીને અને પછી રેલવે તંત્રએ જે કર્યુ તેની સૌ કોઈ સરાહના કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ (X @Ministry of Railways)

ટ્રેન નંબર 12414, જમ્મુ તાવી- અજમેર પૂજા સુપર ફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન થર્ડ એસીના એક યુવકને કેટરિંગ કંપનીના કર્મચારી પાસેથ પાણીની બોટલ (રેલ નીર) ખરીદતી સમયે ઓવરચાર્જ વસુલ્યો હોવાનો અનુભવ થયો. સામાન્ય રીતે રેલવેની પાણીની બોટલ (રેલ નીર) 15 રૂપિયામાં મળે છે, પરંતુ આ કર્મચારીએ પેલા યુવક મુસાફર પાસેથી 20 રૂપિયા ચાર્જ લીધો હતો. ત્યાર બાદ યુવકે પેલા પાણીની બોટલ વિક્રેતાને આ બાબતે કહ્યું હતું કે, 15 રૂપિયા પાણીની બોટલના 20 કેમ લો છો તો સામે કહે છે, એકસ્ટ્રા લઉઁ છું. ત્યાર બાદ આ યુવક 139 નંબર પર ઓવરચાર્જને લઈને રેલવેમાં ફરિયાદ નોંધાવે છે અને ગણતરીની મિનિટમાં જ તેને સારો પ્રતિસાદ મળે છે.

બને છે એવું કે, યુવકની ફરિયાદ પર રેલવે તંત્ર કેટરિંગ કંપની વિરૂદ્ધ ત્વરીત કાર્યવાહી કરે છે અને કંપની પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારે છે. એટલું જ નહીં જેટલાં પણ મુસાફરો પાસેથી એકસ્ટ્રા ચાર્જ લીધો હતો તે તમામ મુસાફરોને પણ વધારાના પૈસા પરત કરવાનું કહે છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ખુદ મિનિસ્ટ્રી ઓફ રેલવેએ પણ આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે. આ વીડિયોને લઈને લોકો ફરિયાદ કરનારા યુવક અને રેલવે તંત્રની સરાહના કરી રહ્યા છે. સાથે જ મોટા ભાગના લોકોએ કોમેન્ટમાં આજ પ્રકારની ફરિયાદનો મારો ચલાવ્યો છે.

  1. રેલવેએ લોઅર બર્થને લઈને જારી કર્યો નવા નિયમ, સીટ જોઈએ છે? તો જાણો આ નિયમ
  2. ભારતીય રેલવેની "ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો", અધધ 54 લાખ મુસાફરોએ લાભ લીધો

Last Updated : Nov 23, 2024, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.