ETV Bharat / bharat

Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળ પહોંચ્યા, ફરી શરૂ કરશે ભારત જોડો ન્યાય યાત્રા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના સિલિગુડી પહોંચી ગયા છે. અહીંથી કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો ન્યાય યાત્રા સોમવારે ફરી આગળ વધશે. ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પત્ર લખી તેમને પડતી સમસ્યા અંગે રજૂઆત કરી હતી.

રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળ પહોંચ્યા
રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળ પહોંચ્યા
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2024, 4:01 PM IST

સિલિગુડી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે સવારે ભારત જોડો ન્યાય યાત્રા ફરી શરૂ કરવા પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. આ યાત્રા બે દિવસના અંતરાલ બાદ ફરી શરૂ થશે. કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. સિલિગુડીથી રાહુલ ગાંધી જલપાઈગુડી જશે અને ત્યાંથી બપોરે યાત્રા ફરી શરૂ થશે.

ન્યાય યાત્રા આગળ વધશે : અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ન્યાય યાત્રા બસ અને પગપાળા એમ બંને માધ્યમથી આગળ વધશે અને સિલિગુડી પાસે રાત્રી રોકાણ માટે રોકાશે. સોમવારે યાત્રા ઉત્તર દિનાજપુર જિલ્લાના ઈસ્લામપુર તરફ આગળ વધશે અને ત્યારબાદ તે બિહારમાં પ્રવેશ કરશે. આ યાત્રા 31 જાન્યુઆરીના રોજ માલદા થઈને પશ્ચિમ બંગાળમાં ફરી પ્રવેશવાની છે અને પછી મુર્શિદાબાદ થઈને 1 ફેબ્રુઆરીએ રાજ્યમાંથી રવાના થશે.

અધ્યક્ષ ખડગેએ સીએમને પત્ર લખ્યો : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પત્ર લખીને રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન સુચારુ રીતે થાય તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. કોંગ્રેસે અગાઉ આરોપ લગાવ્યો હતો કે જલપાઈગુડીમાં ગાંધીજીના ફોટાવાળા કેટલાક બેનર ફાડી નાખવામાં આવ્યા હતા. અધીર રંજન ચૌધરીએ રાજ્યની તેમની મુલાકાત દરમિયાન જાહેર સભાઓનું આયોજન કરવાની પરવાનગી મેળવવામાં જે અવરોધોનો સામનો કરવો પડ્યો હતો તેના પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.

સીએમ બેનર્જીની જાહેરાત : ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશે તેના એક દિવસ પહેલા મુખ્યપ્રધાન બેનર્જીએ જાહેરાત કરી હતી કે, તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વિપક્ષી ગઠબંધન ભારતીય રાષ્ટ્રીય વિકાસ સમાવિષ્ટ ગઠબંધનના (INDIA) સભ્ય તરીકે નહીં પરંતુ એકલા જ લોકસભાની ચૂંટણી લડશે. આ યાત્રા 6,713 કિલોમીટરનું અંતર કાપશે અને 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે, ત્યારબાદ આ યાત્રા 20 કે 21 માર્ચે મુંબઈમાં પૂરી થશે.

  1. Bharat Jodo Nyay Yatra : બંગાળ પોલીસે રાહુલ ગાંધીની જાહેરસભા કેન્સલ કરી, જાણો શું છે કારણ ?
  2. INDIA Alliance : શું નીતિશ ફરી ભાજપમાં જોડાશે ? ઇન્ડિયા ગઠબંધનમાંથી જેડીયુ પ્રમુખના નીકળી જવાનો કોંગ્રેસને ભય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.