ETV Bharat / bharat

રાહુલ અને અખિલેશ ફરી સાથે જોવા મળશે, અમેઠી અને રાયબરેલીમાં વિપક્ષ સામે ગર્જના કરશે! - Rahul and Akhilesh togather

પાર્ટીના સંચાલકો યુપીમાં કોંગ્રેસ-એસપી સંકલનને મજબૂત કરવા અને ગઠબંધનના ઉમેદવારોની વિશાળ માર્જિનથી જીત સુનિશ્ચિત કરવા માટે રાહુલ અને અખિલેશની સંયુક્ત રેલીનું આયોજન કરી રહ્યા છે. Rahul and Akhilesh togather

રાહુલ અને અખિલેશ ફરી સાથે જોવા મળશે, અમેઠી અને રાયબરેલીમાં વિપક્ષ સામે ગર્જના કરશે!
રાહુલ અને અખિલેશ ફરી સાથે જોવા મળશે, અમેઠી અને રાયબરેલીમાં વિપક્ષ સામે ગર્જના કરશે! (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 5:36 PM IST

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 13મી મેના રોજ આ જગ્યાએથી ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમની પહેલી રેલીને સંબોધિત કરવાના છે. અને એજ સમય દરમિયાન તેમની બહેન પ્રિયંકા ગાંધી રેલીને ભવ્ય બનાવવા માટેના અભિયાનમાં જોડાઈ ગઈ છે. પ્રિયંકા ગાંધી 6 મેથી ગાંધી પરિવારના મહત્વપૂર્ણ સ્થળ ગણાતા રાયબરેલી અને અમેઠીમાં કેમ્પ કરવા જઇ રહી છે. આ ઉપરાંત તેઓએ ધણી શેરી સભાઓ પણ સંબોધિ છે. આ સાથેજ 11 મેના રોજ, પ્રિયંકા ગાંધીએ મહારાષ્ટ્રના નંદુરબાર અને તેલંગાણાના ચાવેલામાં પ્રચાર કર્યો હતો.

રાહુલ અને અખિલેશ એક સાથે: રાયબરેલીમાં રાહુલ ગાંધીનો મુકાબલો ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ સાથે છે, જ્યારે અમેઠીમાં પરિવારના વફાદાર કેએલ શર્મા કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે લડી રહ્યા છે. અમરોહા, કાનપુર અને કન્નૌજમાં તેમના સંયુક્ત અભિયાનની સફળતા બાદ કોંગ્રેસના કાર્યકરો 17 મેના રોજ અમેઠી અને રાયબરેલીમાં રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની સંયુક્ત રેલીનું પણ આયોજન કરી રહ્યા છે. AICCના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, "રાહુલ ગાંધી 13 મેના રોજ રાયબરેલીમાં એક રેલીને સંબોધિત કરશે. એ સાથે 17 મેના રોજ અમેઠી અને રાયબરેલી બંને સ્થળોએ અખિલેશ યાદવ સાથે ફરી પ્રચાર કરશે. આ બંને મુખ્ય બેઠકો પર 18 મેના રોજ પ્રચાર પૂર્ણ થશે અને 20 મેના રોજ મતદાન થશે." તેઓએ વધુમાં કહ્યું હતું કે, અખિલેશ યાદવ જે કન્નૌજથી ચુંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠક ને ટક્કર આપી રહ્યા છે તેઓ જોકે સ્વતંત્ર રહેશે અને તેના પરિણપ સ્વરૂપ ગઠબંધનના ઉમેદવારોને વધુ સમય મળશે. ઉદાહરણ તરીકે, સપા પ્રમુખ 12 મેના રોજ બારાબંકીમાં કોંગ્રેસના ઉમેદવાર તનુજ પુનિયા અને જલાઉનમાં પ્રચાર કરશે, જ્યાં સપાના નારાયણ દાસ અહિરવારની સ્પર્ધા ભાજપના ભાનુ પ્રતાપ વર્મા સાથે થશે. કન્નૌજના 13મી મેના મતદાન માટે અખિલેશ યાદવે 11મી મેના રોજ પોતાની સીટ માટે પ્રચાર કર્યો હતો.

કોંગ્રેસની રણનીતિ: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) UPના અવિનાશ પાંડેએ ETV ભારતને જણાવ્યું કે, 'અમરોહા, કન્નૌજ અને કાનપુરમાં સંયુક્ત રેલીઓ સફળ રહી છે, અને જનતાનો પ્રતિસાદ પણ ઘણો સારો રહ્યો છે. નિશ્ચિતપણે, સંયુક્ત રેલીઓ ગઠબંધનમાં જોડાયેલા ભાગીદારો વચ્ચેના કાર્યોને આગળ વધારશે. અને જોડાયેલા ઉમેદવારોને વિશાળ માર્જિનથી જીતવામાં મદદ પણ કરશે. પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ગાંધીના માર્ગદર્શન હેઠળ, કોંગ્રેસે બે મુખ્ય બેઠકો, અમેઠી અને રાયબરેલીમાં મોત પ્રમાણમાં જાહેર જોડાણ અભિયાન શરૂ કર્યું છે. બે બેઠકો માટે AICCના બે નિરીક્ષકો, જેમાં અમેઠી માટે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાયબરેલી માટે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ત્યાં પહોંચી ગયા છે, અને પ્રચારમાં સહયોગ આપી રહ્યા છે.

પ્રિયંકા રાહુલ માટે મહેનત કરી રહી છે!: બઘેલે રાયબરેલીના નેતાઓ સાથે પ્રચાર વ્યૂહરચના અંગે ચર્ચા કરી અને સંસદીય મતવિસ્તાર હેઠળના દાલમાઉ વિસ્તારમાં ઘણી શેરી બેઠકો પણ કરી. અમેઠીમાં મીડિયા સાથે વાત કરતા ગેહલોતે કહ્યું કે કેન્દ્રીય મંત્રીને હરાવવા માટે કેએલ શર્મા જેવા પક્ષના અધિકારી જ પૂરતા છે. બિહારના નેતા રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ, જેમને પૂર્ણિયા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી ન હતી પરંતુ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, તે 11 મેના રોજ રાહુલ ગાંધી માટે મતદાન મેળવવા માટે રાયબરેલી પહોંચ્યા હતા. પાંડેએ વધુમાં કહ્યું કે, "પ્રિયંકા ગાંધીનું પ્રચાર એક જ સમયે બે મુખ્ય બેઠકો પર ખૂબ જ આક્રમક અને પ્રભાવી રહ્યું છે. તેમણે રાત્રે વીજળી વગર અને કારની ઉપર માઈક લગાવીને લોકોને સંબોધ્યા અને ભાજપના નારાથી દૂર રહેવા વિનંતી કરી. તેઓએ તેમની અંગત વાર્તાઓએથી લોકોને પ્રભાવિત કર્યા છે.

  1. 'કોંગ્રેસ 50 બેઠક સુધી સીમિત રહેશે, વિરોધ પક્ષનો પણ દરજ્જો નહીં મળે' - ઓડિશામાં PM મોદીએ કોંગ્રેસનું ભાવિ ભાખ્યું - Lok Sabha Election 2024
  2. ચોથા તબક્કાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજે શાંત, જાણો કેટલી બેઠકો પર થશે મતદાન ? - LOK SABHA ELECTION 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.