ચંદીગઢ/અમૃતસર: ડ્રગ હેરફેરના નેટવર્કને મોટો ફટકો આપતાં પંજાબ પોલીસે શનિવારે અમૃતસરમાં એક કારમાંથી 10 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું છે. ઝડપાયેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 70થી 80 કરોડ રૂપિયા હોવાનું આંકવામાં આવી રહ્યું છે.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અમૃતસરના સુખેવાલા ગામ પાસે બે શંકાસ્પદ વાહનોને અટકાવ્યા બાદ 10.4 કિલો હેરોઈન મળી આવ્યું હતું. પોલીસે આ મુદ્દે જણાવ્યું હતું કે, તરનતારનનો રહેવાસી એક આરોપી, એક અજાણ્યા સાથી સાથે ફોર વ્હીલરમાં ભાગી ગયો હતો. જ્યારે પોલીસના જણાવ્યા મુજબ, ગેરકાયદે ડ્રગ્સ ભરેલી કારને જપ્ત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, NDPS એક્ટ અને ફરાર શકમંદોને પકડવા માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
In a major blow to trans border narcotic smuggling networks: Counter Intelligence, #Amritsar successfully intercepted two suspicious vehicles near Village Sukhewala, Amritsar which led to a recovery of 10.4 Kg Heroin.
— DGP Punjab Police (@DGPPunjabPolice) October 12, 2024
One of the accused, Sukhraj Singh from #TarnTaran, along… pic.twitter.com/F43O4f8KL7
હેરોઈનના કન્સાઈનમેન્ટનો કથિત સપ્લાયર આરોપી: મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહયું છે કે, બે શંકાસ્પદ પૈકી એક, સુખરાજ સિંહ કારનો માલિક હતો અને હેરોઈનના કન્સાઈનમેન્ટનો કથિત સપ્લાયર પણ હતો. તે તેના સાથીદાર સાથે રજીસ્ટ્રેશન નંબર વગર ફોર વ્હીલરમાં સ્થળ પરથી ભાગી ગયો હતો. જપ્ત કરાયેલી કારનો રજીસ્ટ્રેશન નંબર PB46AG 1224 છે. જપ્ત કરાયેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 70 થી 80 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.
પોલીસે કારમાંથી 1000 રૂપિયા રોકડા, સુખરાજ સિંહના આધાર કાર્ડની ફોટોકોપી અને મતદાર ઓળખ કાર્ડ પણ જપ્ત કર્યા છે.
આ અંગે ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, "આ બે વાહનોમાં મુસાફરી કરી રહેલા લોકો વચ્ચે હેરોઈનના કન્સાઈનમેન્ટની લેવડ-દેવડની બાતમી મળતાં ડીએસપી સીઆઈ નવતેજ સિંહની આગેવાની હેઠળ સીઆઈ અમૃતસરની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો."
ડીજીપીએ વધુમાં જણાવતા કહ્યું કે, "પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી સુખરાજ સિંહ ફોર વ્હીલરમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિને હેરોઈનનો કન્સાઈનમેન્ટ આપી રહ્યો હતો. તેણે કહ્યું કે તેના અન્ય સાથીદારને ઓળખવાના પ્રયાસો ચાલુ છે અને બંને ભાગેડુઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય અમૃતસરના પોલીસ સ્ટેશન સ્પેશિયલ ઓપરેશન સેલ (SSOC)માં NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે."
આ પણ વાંચો: