ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરી પુરી બીચ પર વૉક, કહ્યું "પ્રકૃતિ સાથે જોડાયેલો અનુભવ થયો" - President Walk On Puri Beach - PRESIDENT WALK ON PURI BEACH

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, જેઓ ઓડિશાની ચાર દિવસની મુલાકાતે છે, તેમણે સોમવારે સવારે ચુસ્ત સુરક્ષા વચ્ચે પુરી બીચ પર પ્રાકૃતિક વોક કર્યું હતું. પ્રકૃતિ પ્રત્યેના તેમના જોડાણ અને અનુભવને તેમણે શેર કર્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર. President Walk On Puri Beach

"પ્રકૃતિ સાથે જોડાયેલો અનુભવ થયો" રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યો પુરી બીચ પર વહેલી સવારે વોક
"પ્રકૃતિ સાથે જોડાયેલો અનુભવ થયો" રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યો પુરી બીચ પર વહેલી સવારે વોક (@rashtrapatibhvn (X))
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 8, 2024, 1:15 PM IST

પુરી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ દિવસોમાં ઓડિશાની ચાર દિવસીય મુલાકાતે છે. તેઓ જગન્નાથ રથયાત્રા તેમજ અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે હાલ પુરીમાં છે. આ દરમિયાન, આજે સોમવારે સવારે, કડક સુરક્ષા વચ્ચે, તેમણે પુરી બીચની મુલાકાત લીધી હતી. આ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ દ્વારા પ્રકૃતિ વિશેના તેમના વિચારો શેર કર્યા છે. તેમના વ્યસ્ત શેડ્યુલ દરમિયાન, તેમણે પુરીના ગોલ્ડન બીચની મુલાકાત લીધી અને તેમની આ સફરના તેમના વિચારો અને ચિત્રો શેર કર્યા.

પ્રકૃતિ જીવનના તત્વની નજીક લાવે: રાષ્ટ્રપતિના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ Xની એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, "અહીં એવી જગ્યાઓ છે જે આપણને જીવનના તત્વની નજીક લાવે છે અને યાદ અપાવે છે કે આપણે પ્રકૃતિનો જ એક ભાગ છીએ. પર્વતો, જંગલો, નદીઓ અને દરિયાકિનારા આપણી અંદર કંઈક આકર્ષે છે. આજે જ્યારે હું બીચ પર ચાલતી હતી ત્યારે મને આસપાસના વાતાવરણ સાથે જોડાણનો અનુભવ થયો- હળવા પવનની લહેર, મોજાઓની ગર્જના અને પાણીનો વિશાળ વિસ્તાર, એક અનેરો અનુભવ હતો.

પ્રકૃતિની ગોદમાં રહેતા લોકોએ પરંપરાઓ જાળવી રાખી છે જે આપણને માર્ગ બતાવી શકે છે
પ્રકૃતિની ગોદમાં રહેતા લોકોએ પરંપરાઓ જાળવી રાખી છે જે આપણને માર્ગ બતાવી શકે છે (@rashtrapatibhvn (X))

ઊંડી આંતરિક શાંતિ મળી: આ વોંકથી મને ઊંડી આંતરિક શાંતિ મળી, જે મેં ગઈ કાલે મહાપ્રભુ જગન્નાથજીના દર્શન કરતી વખતે અનુભવી હતી. જ્યારે આપણે આપણા કરતા મોટી વસ્તુનો સામનો કરીએ છીએ, જે આપણને ટેકો આપે છે અને આપણા જીવનને અર્થ આપે છે ત્યારે આપણે બધા જ આવું અનુભવીએ છીએ.

આપણે કુદરત સાથેનો આ જોડાણ ગુમાવીએ છીએ
આપણે કુદરત સાથેનો આ જોડાણ ગુમાવીએ છીએ (@rashtrapatibhvn (X))

વૈશ્વિક સમુદ્રનું સ્તર વધી રહ્યું છે: રોજિંદા જીવનની દોડધામમાં, આપણે કુદરત સાથેનો આ જોડાણ ગુમાવીએ છીએ. માનવજાત માને છે કે તેણે કુદરત પર કબજો જમાવી લીધો છે અને તે તેના પોતાના ટૂંકા ગાળાના ફાયદા માટે તેનું શોષણ કરી રહી છે. અને આજે તેનું પરિણામ સૌની સામે છે. આ ઉનાળામાં ભારતના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીના મોજા જોવા મળ્યા હતા. તાજેતરના વર્ષોમાં, ઘણી આપત્તિજનક હવામાન ઘટનાઓ વિશ્વભરમાં સતત બની રહી છે. આગામી દાયકાઓમાં સ્થિતિ વધુ વણસી જવાની ધારણા છે. પૃથ્વીની સપાટીનો સિત્તેર ટકાથી વધુ હિસ્સો મહાસાગરોથી બનેલો છે અને ગ્લોબલ વોર્મિંગને કારણે વૈશ્વિક સમુદ્રનું સ્તર વધી રહ્યું છે, જે દરિયાકાંઠાના વિસ્તારોને ડૂબી જવાના જોખમમાં મૂકે છે.

હું બીચ પર ચાલતી હતી ત્યારે મને આસપાસના વાતાવરણ સાથે જોડાણનો અનુભવ થયો
હું બીચ પર ચાલતી હતી ત્યારે મને આસપાસના વાતાવરણ સાથે જોડાણનો અનુભવ થયો (@rashtrapatibhvn (X))

સમુદ્રને ભગવાન તરીકે પૂજે છે: મહાસાગરો અને ત્યાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની સમૃદ્ધ વિવિધતાને વિવિધ પ્રકારના પ્રદૂષણને કારણે ભારે નુકસાન થયું છે. સદનસીબે, પ્રકૃતિની ગોદમાં રહેતા લોકોએ પરંપરાઓ જાળવી રાખી છે જે આપણને માર્ગ બતાવી શકે છે. ઉદાહરણ તરીકે, દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓ સમુદ્રના પવનો અને મોજાઓની ભાષા જાણે છે. આપણા પૂર્વજોને અનુસરીને, તેઓ સમુદ્રને ભગવાન તરીકે પૂજે છે.

દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓ સમુદ્રના પવનો અને મોજાઓની ભાષા જાણે છે
દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓ સમુદ્રના પવનો અને મોજાઓની ભાષા જાણે છે (@rashtrapatibhvn (X))

પ્રકૃતિને બચાવવા માટે બધાએ પ્રયાસ કરવા જોઈએ: હું માનું છું કે પર્યાવરણના રક્ષણ અને જાળવણીના પડકારને પહોંચી વળવા માટે બે રસ્તાઓ છે - સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા લેવામાં આવેલા વ્યાપક પગલાં અને નાગરિકો તરીકે આપણે લઈ શકીએ તેવા નાના, સ્થાનિક પગલાં. અલબત્ત, આ બંને એકબીજાના પૂરક છે. ચાલો આપણે એક સારી આવતીકાલ માટે વ્યક્તિગત રીતે, સ્થાનિક રીતે જે પણ કરી શકીએ તે કરવાનો સંકલ્પ કરીએ. આ આપણા બાળકો પ્રત્યેની આપણી ફરજ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.