ETV Bharat / bharat

અરવિંદ કેજરીવાલના આગમન પહેલા તિહાર જેલમાં તૈયારીઓ શરૂ, જેલની અંદર અને બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા - Preparations In Tihar Jail - PREPARATIONS IN TIHAR JAIL

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે, એટલે કે હવે તેમને તિહાર જેલમાં જવું પડશે. જેના માટે જેલ મેનેજમેન્ટ તૈયારીઓમાં વ્યસ્ત છે અને જેલની અંદર અને બહાર ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. જો કે અરવિંદ કેજરીવાલ કઈ જેલમાં રહેશે તે હજુ નક્કી થયું નથી.

PREPARATIONS IN TIHAR JAIL
PREPARATIONS IN TIHAR JAIL
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 1, 2024, 3:24 PM IST

નવી દિલ્હી: રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે, ત્યારપછી નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પછી અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં જવું પડશે. ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે કોઈ સીએમને હોદ્દા પર હોવા છતાં જેલમાં મોકલવામાં આવ્યા હોય.

તિહાર જેલમાં તૈયારીઓ શરૂઃ આવી સ્થિતિમાં તિહાર જેલમાં તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. તિહાર જેલની બહાર મીડિયાનો જમાવડો લાગ્યો છે. જેલની આસપાસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને તિહાર જેલની અંદર પણ તૈયારીઓ ચાલી રહી છે.

1, 2 કે 5 નંબરની જેલમાં જશે મુખ્યમંત્રી: કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આવી સ્થિતિમાં તિહાર જેલમાં ડીજીના નેતૃત્વમાં અન્ય અધિકારીઓની બેઠક ચાલી રહી છે અને તે વાતને લઈને ગજગ્રાહ ચાલી રહ્યો છે કે તિહારની કઈ જેલમાં અરવિંદ કેજરીવાલને રાખવામાં આવે. કારણ કે તેમની સુરક્ષા અત્યંત મહત્વની હોવાથી તેમને કઈ જેલમાં રાખવામાં આવશે તે હજુ નક્કી થઈ શક્યુ નથી, પરંતુ જેલ નંબર 5ની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તિહાર જેલના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ચર્ચા ચાલી રહી છે કે કેજરીવાલને કઈ જેલમાં રાખવામાં આવે, જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા હોય. જો કે, તિહાર જેલ નંબર 1 અને 2માં પણ તેને રાખવાની ચર્ચા ચાલી રહી છે.

દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ છે?: અરવિંદ કેજરીવાલ તિહાર ગયા બાદ હવે સવાલ એ છે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે, કારણ કે અરવિંદ કેજરીવાલે હજુ રાજીનામું આપ્યું નથી, જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ હજુ પણ કહી રહ્યા છે કે તેઓ જેલની બહાર હોય કે જેલની અંદર. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બનીને જ દિલ્હી પર રાજ કરશે, પરંતુ આ શક્ય નથી, એવું માનવામાં આવે છે કે કાયદા અને બંધારણ હેઠળ આ શક્ય નહીં બને. કોઈ રીતે આ શક્ય જણાતું નથી કારણ કે અધિકારીઓને કોઈ આદેશ પસાર કરવા કે અધિકારીઓ સાથે બેઠક યોજવા માટે વારંવાર જેલમાં જવા દેવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, મોટો સવાલ એ છે કે શું અરવિંદ કેજરીવાલ હવે રાજીનામું આપશે અને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અન્ય કોઈની નિમણૂક કરશે કે નહીં.

સીએમને કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવશે: તિહાડ જેલમાં એવી અનેક ઘટનાઓ બની છે જેના કારણે સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રીને જેલ નંબર 5માં રાખવામાં આવે કે અન્ય કોઈ જેલમાં, તેમને એકલા રાખવામાં આવશે અને કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવશે.

  1. અરવિંદ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલતી દિલ્હી કોર્ટ, ઈડીના કેસમાં કાર્યવાહી - Arvind Kejriwal Custody
  2. કોંગ્રેસ, ડીએમકેએ કચાથીવુ મુદ્દાને લઇ કોઈ જવાબદારી નિભાવી નથી, પીએમના ટ્વીટ બાદ એસ જયશંકરનું નિવેદન - Katchatheevu Issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.