ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3મેના રોજ ઝારખંડ જશે, 2 દિવસીય ચૂંટણી પ્રચારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે - Loksabha Election 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ સમયગાળા તેઓ અનેક ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024 PM Modi Jharkhand Ranchi Election Campaign Tight Security

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3મેના રોજ ઝારખંડ જશે

author img

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 3:18 PM IST

રાંચી: ઝારખંડમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદીની રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી 3 મેના રોજ ઝારખંડની 2 દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ઘણી જાહેર સભાઓને સંબોધિત કરશે અને રોડ શો પણ કરશે. પીએમ મોદીના આ પ્રવાસ સંદર્ભે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઝારખંડ આવી રહેલા પીએમ મોદી 3મેના રોજ ચાઈબાસામાં જનસભાને સંબોધિત કરશે. રાંચીમાં તેમના આગમને તેઓ રાત્રે રોડ શો પણ કરશે. માહિતી અનુસાર રાજભવન જતી વખતે પીએમ મોદી રાંચીની સડકો પર રોડ શો કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3મેના રોજ ઝારખંડ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3મેના રોજ ઝારખંડ જશે

વડાપ્રધાન મોદીની ચૂંટણી સભાઓ 4મેના રોજ પલામુ અને લોહરદગામાં આયોજિત કરવામાં આવી છે. PMની મુલાકાતને લઈને ઝારખંડ ભાજપમાં બહુ ઉત્સાહી છે. ચૂંટણી સભાની સાથે સાથે રાંચીમાં વડાપ્રધાનના આગમન દરમિયાન ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઝારખંડ ભાજપે રાજ્ય સ્તરના નેતાઓની એક ટીમ તૈયાર કરી છે અને તેમને ચૂંટણી જાહેર સભાની તૈયારી માટે વિશેષ જવાબદારી સોંપી છે.

પીએમ મોદીના આગમનને લઈને રાજધાની રાંચીમાં તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. એરપોર્ટથી રાજભવન સુધી બેરિકેટિંગ કરવામાં આવી રહ્યું છે. પીએમનો કાર્યક્રમ બપોરે 3 વાગ્યે ચાઈબાસામાં નિર્ધારિત છે. જે બાદ તેઓ લગભગ 6 વાગ્યે રાંચી પહોંચવાના છે. એરપોર્ટથી રાજભવન જતી વખતે પીએમ મોદી રોડ શો દ્વારા રાજધાનીના લોકોને રૂબરૂ મળશે. આ દરમિયાન પીએમની સુરક્ષા માટે મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ અને કેન્દ્રીય દળના જવાનો તૈનાત રહેશે.

અહીં રાજભવન ખાતે તેમના કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. બીજેપી નેતા પ્રદીપ સિંહાનું કહેવું છે કે રાજભવન પહોંચ્યા બાદ રાજ્ય સ્તરના મોટા નેતાઓ પીએમ મોદીને મળશે. સ્વાભાવિક છે કે આ સમયગાળા દરમિયાન અમને ચૂંટણી અંગે માર્ગદર્શન મળશે. જેના કારણે અમે ભવિષ્યમાં વધુ સારું કામ કરી શકીશું. નોંધનીય છે કે ઝારખંડમાં લોકસભાની 14 બેઠકો છે જેના માટે 4થા તબક્કામાં મતદાન થવાનું છે. ખુંટી, સિંહભૂમ, લોહરદગા અને પલામુમાં 13 મેના રોજ ચૂંટણી યોજાશે.

  1. ગુજરાતના સ્થાપના દિવસે સાબરકાંઠામાં PM મોદી, અહીંથી કરશે ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ - Lok Sabha Election 2024
  2. અભેદ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાનપુરમાં PM મોદીનો રોડ શો, મેયર કરશે રોડની સફાઈ - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.