ETV Bharat / bharat

આજે કારગિલ વિજય દિવસની આજે 25મી વર્ષગાંઠ, પીએમ મોદીએ કરી દ્રાસ ખાતે ઉજવણી - KARGIL VIJAY DIWAS 2024

આજે કારગિલ વિજય દિવસની આજે 25મી વર્ષગાંઠ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9 વાગે કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશનો સંબોધન કર્યુ હતું. KARGIL VIJAY DIWAS 2024

મુંબઈમાં મેઘો મુશળધાર
મુંબઈમાં મેઘો મુશળધાર (Etv Bharat Graphics team (ANI))
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 26, 2024, 10:39 AM IST

Updated : Jul 26, 2024, 10:56 AM IST

લદ્દાખઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે કારગિલ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કારગિલના દ્રાસ પહોંચ્યા હતા. તેમણે આજે 25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારક ખાતે કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

યુદ્ધ સ્મારકની મુલાકાત લેતા પીએમ મોદી: 25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે 'શ્રદ્ધાંજલિ સમારોહ'માં ભાગ લેતા તેમણે કારગિલ યુદ્ધ સ્મારક, દ્રાસ, લદ્દાખની મુલાકાત લીધી હતી.

શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું

ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. શિંકુન લા ટનલ પ્રોજેક્ટમાં 4.1 કિમી લાંબી ટ્વીન-ટ્યુબ ટનલનો સમાવેશ થાય છે જેનું નિર્માણ લેહને સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરવા માટે નિમુ-પદુમ-દારચા રોડ પર આશરે 15,800 ફૂટની ઊંચાઈએ કરવામાં આવશે. પૂર્ણ થયા બાદ તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે.

Last Updated : Jul 26, 2024, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.