નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સવારે ત્રણ દિવસીય US પ્રવાસ માટે રવાના થયા છે. આ દરમિયાન તેઓ ક્વાડ સમિટમાં ભાગ લેશે. અમેરિકા જવા રવાના થતા પહેલા ક્વાડ ગ્રુપના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ક્વાડ મહત્વપૂર્ણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ક્વાડ દ્વારા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ થયો છે.
ત્રણ દિવસીય US પ્રવાસ : અમેરિકા જવા રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે, ક્વાડ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરતા સમાન વિચારધારા વાળા દેશોના એક મોટા જૂથ તરીકે ઉભરી આવ્યું છે. પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના હોમટાઉન વિલ્મિંગ્ટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેશે. દરમિયાન, તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના શિખર સંમેલનને સંબોધિત કરશે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi departs for United States
— ANI (@ANI) September 20, 2024
During his three-day visit to US, he will be attending the QUAD Leaders' Summit and the Summit of the Future (SOTF) at the United Nations in New York. Along with that, he will hold some key bilateral meetings… pic.twitter.com/aAKqEmYhgc
છઠ્ઠી ક્વાડ લીડર્સ સમિટ : PM મોદી ક્વાડ સમિટમાં તેમના સાથીદારો યુએસ પ્રમુખ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનીઝ અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને મળવાના છે. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ આ નેતાઓને મળવા આતુર છે. પીએમ મોદીએ બાઈડેન સાથેની મુલાકાત વિશે માહિતી આપતા કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા માટે આ બેઠક મહત્વપૂર્ણ છે. આ મીટિંગ અમને અમારા લોકો અને વૈશ્વિક સુખાકારી માટે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે નવા માર્ગોની સમીક્ષા અને ઓળખ કરવાની મંજૂરી આપશે.
અમેરિકન બિઝનેસ લીડર્સ સાથે બેઠક : US પ્રવાસ દરમિયાન પીએમ મોદી અમેરિકામાં વસતા ભારતીયો અને અમેરિકન બિઝનેસ લીડર્સ સાથે પણ વાતચીત કરશે. પીએમ મોદીએ કહ્યું કે, હું અમેરિકામાં વસતા ભારતીયો અને મહત્વપૂર્ણ અમેરિકન બિઝનેસ લીડર્સ સાથે વાત કરવા આતુર છું. આ વાતચીત ઘણી રીતે મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 'ફ્યુચર સમિટ'ને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે માનવતાની સુધારણા માટે આગળનો માર્ગ નક્કી કરવાની તક ગણાવી છે.
સમિટ ફોર ધ ફ્યુચર : UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે આ સમિટને 'વન્સ ઇન એ જનરેશન યુએન સમિટ' ગણાવી છે. 'સમિટ ફોર ધ ફ્યુચર' સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. કારણ કે તે 2025 માં તેના 80માં વર્ષમાં પ્રવેશ કરે છે. છઠ્ઠી ક્વોડ લીડર્સ સમિટનું આયોજન વિલ્મિંગ્ટન ડેલવેરમાં કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના હોમટાઉનમાં થઈ રહ્યું છે. ક્વાડમાં ચાર દેશોનો સમાવેશ થાય છે. આ ગ્રુપમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે. ભારત 2025 માં ક્વોડ લીડર્સ સમિટનું આયોજન કરશે.