ETV Bharat / bharat

PM Modi in Sambhal : પીએમ મોદીએ સંભલમાં શ્રી કલ્કિધામનો શિલાન્યાસ કર્યો, સુરેશ રૈના, કુમાર વિશ્વાસ સહિતના દિગ્ગજ હાજર

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 19, 2024, 9:41 AM IST

Updated : Feb 19, 2024, 11:37 AM IST

આજે સંભલમાં પીએમ મોદી શ્રી કલ્કિધામનો શિલાન્યાસ કર્યો છે.. ઉલ્લેખનીય છે કે સુરેશ રૈના, કુમાર વિશ્વાસ સહિત અનેક દિગ્ગજ હાજર રહ્યાં હતાં. પીએમ મોદી શિલાન્યાસ બાદ સભાને સંબોધન પણ કરશે.

PM Modi in Sambhal : પીએમ મોદી સંભલમાં શ્રી કલ્કિધામનો શિલાન્યાસ કરશે, સુરેશ રૈના, કુમાર વિશ્વાસ સહિતના દિગ્ગજ હાજર રહેશે

ઉત્તરપ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભલ જિલ્લામાં શ્રી કલ્કિધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. આ અવસર પર તેઓ ત્યાં એક સભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે જિલ્લાના આચોરા કંબોહ ગામમાં શ્રી કલ્કિધામનો શિલાન્યાસ કર્યો છે. વડાપ્રધાન સવારે 10:30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા અહીં પહોંચ્યાં હતાં.. તેમની સાથે સુરેશ રૈના, કુમાર વિશ્વાસ સહિત અન્ય ઘણા વીવીઆઈપી પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.. શ્રી કલ્કિધામના શિલાન્યાસ સમારોહમાં દેશભરમાંથી સંતોમંહતો પણ હાજરી આપી રહ્યાં છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ એકાઉન્ટ પર કાર્યક્રમમાં હાજરી આપવાની માહિતી આપી હતી.

સ્થળની નજીક બનાવવામાં આવ્યા ત્રણ હેલિપેડઃ : તમને જણાવી દઈએ કે 19 ફેબ્રુઆરીએ સંભલમાં શ્રી કલ્કિધામ શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની સાથે અન્ય ઘણા વીવીઆઈપી પણ ઉપસ્થિત રહ્યાં છે. શ્રી કલ્કિધામ સ્થળની નજીક ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે.

સખ્ત સુરક્ષા બંદોબસ્ત : વડાપ્રધાનના હેલિકોપ્ટર અને તેમની સુરક્ષામાં લાગેલા એસપીજી કમાન્ડો અહીં ઉતર્યાં હતાં. વડાપ્રધાન મોદીની સુરક્ષામાં લાગેલા એસપીજી કમાન્ડો અને સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ છે. વડાપ્રધાન લગભગ એક કલાક સુધી કલ્કિધામ પરિસરમાં હાજર રહેશે. હેલીપેડ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત અનેક પ્રતિષ્ઠિત સંતો અને મહાત્માઓ તેમજ રાજકીય પક્ષોના લોકો પણ હાજર રહેશે.

સીએમ પીએમનું સ્વાગત કરશે : કલ્કિ પીઠાધીેશ્વર આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે વડાપ્રધાનનું હેલિકોપ્ટર સવારે 10:25 વાગ્યે ધામના હેલિપેડ પર ઉતર્યાં હતાં હેલિપેડ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને કલ્કિ પીઠના કેટલાક સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે આ પહેલાં જણાવ્યું કે કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહમાં ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના, મોહમ્મદ શમી અને ડૉ. કુમાર વિશ્વાસ સહિત ઘણા દિગ્ગજ લોકો હાજર રહેશે. તેમણે કહ્યું કે સંતોનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ વડાપ્રધાનનું સ્વાગત કરશે અને તેમને ગર્ભગૃહમાં લઈ જશે. વડાપ્રધાન 10:29 વાગ્યે ગર્ભગૃહમાં પ્રવેશ કરશે. એક મિનિટ ચાલ્યા પછી તે પૂર્વ દરવાજાથી ગર્ભગૃહમાં પ્રવેશ કરશે અને દક્ષિણ તરફ જશે અને ગર્ભગૃહની પરિક્રમા કરશે. તે ઉત્તર તરફ મુખ કરીને પૂજા કરશે.

પીએમ મુખ્ય શિલા સ્થાપન કરશે : આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે સવારે 10:31 થી 10:37 સુધી વડાપ્રધાન ગર્ભગૃહમાં મુખ્ય શિલાનું સ્થાપન કર્યું હતું. ઉજ્જૈનના મહાકાલ મંદિર સાથે જોડાયેલા મહાત્મા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા કાર્યક્રમ પૂર્ણ કરાવ્યો હતો. 10:39 વાગ્યે વડાપ્રધાન પ્રદક્ષિણા કરતી વખતે પૂર્વ દરવાજાથી બહાર આવ્યાં બાદ શ્રી કલ્કિધામના ભવ્ય મંદિરના મુસદ્દાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેઓ સ્ટેજ પર પહોંચ્યાં બાદ કલ્કિધામના સંતો તેમનું સ્વાગત કર્યું હતું. આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે કલ્કિધામ મંદિરનું પ્રસ્તાવિત સ્વરૂપ વડાપ્રધાનને સ્મૃતિચિહ્ન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન સભા સંબોધિત કરે તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શ્રી કલ્કી ધામ પીઠાધીશ્વર પ્રમોદ કૃષ્ણમ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું.. વડાપ્રધાનનું સંબોધન 11:00 વાગ્યે શરૂ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું : તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી ત છે તમને અહીં 19મી ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે એક દિવ્ય અને ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવાનો લહાવો મળશે. આ પછી, લગભગ 1:45 વાગ્યે, તેઓ યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં રાજ્યના વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

  1. PM Modi Varanasi Visit: 22 ફેબ્રુઆરીએ PM લેશે વારાણસીની મુલાકાત, 14 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે
  2. Inauguration Of Rajkot AIIMS: રાજકોટ AIIMS ના IPD વિભાગનું પીએમ મોદી કરશે લોકાર્પણ, જાણો શું સુવિધાઓ મળશે

Last Updated : Feb 19, 2024, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.