નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ ધ ફર્સ્ટ-કોલ્ડથી નવાજવામાં આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં ક્રેમલિનના સેન્ટ કેથરીન હોલમાં પીએમ મોદીને પુરસ્કારથી સન્માનિત કર્યા. પીએમ મોદીને આ પુરસ્કાર વર્ષ 2019 માં આપવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમને વ્યક્તિગત રીતે મળ્યો છે.
- રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન
પીએમ મોદીને રશિયા અને ભારત વચ્ચે વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી અને બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોના વિકાસમાં તેમના વિશિષ્ટ યોગદાન માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ રશિયાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવા બદલ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો. સાથે જ કહ્યું કે, આ સન્માન ભારતના લોકોને સમર્પિત કરશે.
Honoured to receive the The Order of Saint Andrew the Apostle. I thank the Russian Government for conferring the award.
— Narendra Modi (@narendramodi) July 9, 2024
This award is dedicated to my fellow 140 crore Indians. pic.twitter.com/hOHGDMSGC6
પીએમ મોદીએ કહ્યું કે, આ સન્માન મારા એકલાનું નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. ભારત અને રશિયા વચ્ચે સદીઓ જૂની મિત્રતા અને પરસ્પર વિશ્વાસ પ્રત્યે ઊંડો આદર છે. આ અમારી વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીનું સન્માન છે. છેલ્લા અઢી દાયકામાં પુતિનના નેતૃત્વમાં ભારત-રશિયાના સંબંધો દરેક દિશામાં મજબૂત થયા અને દરેક વખતે નવી ઊંચાઈઓને સ્પર્શ્યા છે. તમે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધોનો પાયો નાખ્યો હતો, તે સમયની સાથે વધુ મજબૂત બન્યો છે. લોકભાગીદારી પર આધારિત અમારો પરસ્પર સહયોગ બંને દેશોના લોકો માટે સારા ભવિષ્યની આશા અને ગેરંટી બની રહ્યો છે.
- ભારત-રશિયાના સંબંધો સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ...
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારત-રશિયા સંબંધ માત્ર બે દેશો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના વૈશ્વિક માહોલમાં ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારી વધુ મહત્વની બની જાય છે. બંને દેશો માને છે કે વૈશ્વિક સ્થિરતા અને શાંતિ માટે સતત પ્રયત્નો કરવા જોઈએ. આવનારા સમયમાં અમે આ દિશામાં સાથે મળીને કામ કરીશું.
#WATCH | Russian President Vladimir Putin confers Russia's highest civilian honour, Order of St Andrew the Apostle on Prime Minister Narendra Modi. pic.twitter.com/aBBJ2QAINF
— ANI (@ANI) July 9, 2024
- પુતિને PM મોદીની પ્રશંસા કરી
પીએમ મોદીને સંબોધતા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, પ્રિય મિત્ર હું તમને આ સર્વોચ્ચ રશિયન એવોર્ડ માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમને સારા સ્વાસ્થ્ય, સફળતા અને સારા નસીબની કામના કરું છું. હું ભારતના લોકો માટે શાંતિ અને સમૃદ્ધિની કામના કરું છું. બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં PM મોદીના મહત્વપૂર્ણ યોગદાન માટે રશિયા તરફથી આ પુષ્ટિ છે.
પીએમ મોદીએ હંમેશા સક્રિયપણે રશિયા સાથે વ્યાપક સંપર્કોની હિમાયત કરી છે. તમે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તમે તમારા રાજ્યને રશિયન પ્રદેશ સાથે જોડવાની પહેલ કરી હતી. હવે જ્યારે તમે 10 વર્ષથી ભારત સરકારનું નેતૃત્વ કરી રહ્યા છો, ત્યારે તમે ખરેખર રશિયા-ભારત સંબંધોને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવાનો પ્રયાસ કર્યો છે.